ગોધરાના ભુરાવાવમાંથી 6 જુગારીઓ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાનાભુરાવાવ વિસ્તારમાં આવેલ સોસાયટીમાંથી 9 જુગારીઓને પોલીસે જુગાર રમતાં રંગે હાથે ઝડપી પાડીને રોકડ તથા મોબાઇલ મળીને કુલ રૂ 146640 નો મુદ્દામાલ કબજે કરીને તમામ વિરુદ્દ ગોધરાના ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવામાં આવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માિહતી અનુસાર, ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલી શિવશક્તિ સોસાયટીમાં પ્રતિકભાઇના મકાનમાં મોટા પાયે જુગાર રમાય રહ્યો હોવાની બાતમી ના આધારે પોલીસે છાપો મારતાં માચકડી મચી ગઇ હતી. પોલીસે સ્થળ ઉપરથી નવ જુગારીઓને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમાં અંગ ઝડતી અને દાવ ઉપર લાગેલા તથા મોબાઇલ નં-7 સાથે કુલ રૂ 146640 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ જુગારીઓની વિરુદ્દ ગોધરાના ડીવીઝન પોલીસમથકે ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રોકડ-મોબાઇલ સહિત 1.45 લાખના મુદ્દામાલ જપ્ત

અન્ય સમાચારો પણ છે...