તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ભાણપુરા રોડ ઉપર થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો : 2 લૂંટારુની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાણપુરા રોડ ઉપર થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો : 2 લૂંટારુની ધરપકડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝડપાયેલા બંને આરોપીઓએ લૂંટના બનાવની કબુલાત કરી

ચાર જેટલા લૂંટારૂઓએ મારક હથિયાર સાથે લૂંટ ચલાવી હતી

ઘોઘંબાતાલુકાના ભાણપુરા રોડ પર ગત તા.1માર્ચના રોજ ઘોઘંબા ખાતે સોના ચાંદીના વેપાર કરતા અને હાલોલમાં રહેતા નિરજભાઇ સોની વર્ના કાર લઇ હાલોલ ઘરે આવતા હતા. વખતે ચારે જેટલા લૂંટારુઓએ હાથમાં લાકડીઓ અને મારક હથિયાર સાથે માર મારી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. પંચમહાલ પોલીસવડાની સુચના હેઠળ એલસીબી પીઆઇ ડી.જે.ચાવડા તથા સ્ટાફે બનાવ સ્થળે ઇલેકટ્રોનિકંસ સર્વેલન્સના માધ્યમથી તેમજ અંગત બાતમીદારોની હકીકત મેળવી ગુનાના મો સ્થાનિક હિતેશકુમાર મોહનભાઇ દરજી, રહે. મેઇન બજાર, ઘોઘંબા, મુળ રહે.દેલોલ તા.કાલોલ તથા દાહોદ જીલ્લાના કતવારા ગામનો લૂંટારુ સુરેશ ઉર્ફે રૂપલો કાલુભા બશી(લબાના)એ મળી ઘોઘંબાના સોનીની લૂંટ ચલાવી હતી. જે આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. એલસીબી ગોધરાએ ઇલેકટ્રોનિકસ સર્વેલન્સ અનેબાતમીના આધારે ગત રોજ ઘોઘંબા તાલુકાના પાંચપથરા પાસે ગુનાના ઉપયોગમાં લીધેલ મારૂતિવાન જીજે 20 એન 3994 કિ.રૂ.1.50 લાખ તથા લૂંટના ઉપયોગમાં લેવામાં આવેલ મોબાઇલ કિ.રૂ.1 હજાર સાથે પકડી લઇ અટકાયત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો