તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલોલની નંદ સોસા.ના મકાનમાં લૂંટની કોશીષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલનાનંદ બંગ્લોઝ સોસાયટીના 25 નંબરના મકાનમાં ધિરેનકુમાર અરવિંદભાઇ જાદવ (મુળ રહે, મહાપુરા, જંબુસર, ભરૂચ) પોતાની પત્ની મીનાબેન સહિત પરિવાર સાથે રહે છે. ગત તા. 25 સપ્ટેમ્બરના રાત્રીના 2 વાગ્યા બાદ લૂંટારૂઓ મકાનને નિશાન બનાવ્યુ હતું. તેઓ દ્વારા મકાનના રસોડાના રૂમનો બહારનો દરવાજો કોઇ સાધન વડે તોડી નાંખ્યો હતો. ત્યાર બાદ ઘરમાં લંટ કરવાના ઇરાદે પ્રવેશ કર્યો હતો. જોકે દંપતી જાગી ગયા હતા. જેના કારણે ધિરેનકુમાર પ્રતિકારક કરતા આવેલા ત્રણ લૂટારૂઓ દ્વારા તેમના ઉપર પત્થરો તથા લાકડાના ડંડા મારી ભય પેદા કરવામાં આવ્યો હતો. તેમજ પરિવાર જાગી જતા ત્રણેવ ત્યાંથી નાસી ગયા હતા. ભે કાલોલ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...