તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીપળિયા પાસેથી દારુ સાથે 1ની ધરપકડ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબાનાપીપળીયા ફળીયા રોડ ઉપરથી પોલીસે વિદેશીદારુ સાથે 1ની ધરપકડ કરવામાં આવી હતી. ટાટા એસી ગાડી કિ.રૂ.3 લાખ મળી કુલ રૂપિયા 4.33 લાખનો મુદામાલ ઝડપી પાડયો હતો.

જીલ્લા પોલીસ અધિક્ષક આર.વી.અસારીનાઓ અત્રેના જીલ્લામાં દારુની અસામાજીક પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સારુ આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ગોધરા તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષક હાલોલ વિભાગની સુચના અને માર્ગદર્શન મુજબ જરુરી બાતમીદારો રોકી બાતમી હકીકત મેળવવા પોસઇ પી.એલ.વાઘેલાને બાતમી મળી હતી કે માલુ ગામ તરફથી ટાટાએસી ગાડીમાં વિદેશીદારુ તથા બિયરનો જથ્થો સીમલીયા તરફ આવી રહયો છે. જેથી પોલીસે સીમલીયા પીપળીયા રોડ ઉપર વોચ ગોઠવતા ટાટાએસી ગાડી આવતા પોલીસને જોઇ પોતાનું વાહન મુકી ચાલક તથા તેની સાથેના બીજા બે માણસો ભાગતા ચાલકને પકડી પાડવામાં આવ્યો હતો. જેનુ નામઠામ પુછતા મોહમદ આસીફ મિયાશેખ(રહે.ઇસ્માઇલનગર કબ્રસ્તાનની પાછળ ભરવાડ ટેકરી આણંદ)નો હોવાનું જણાવ્યુ હતુ. અને તેના કબજાની ટાટા એસી ગાડીમાં તપાસ કરતા વિદેશી દારુ તથા બિયારના ટીન નંગ 749 કિ.રૂ.1.28 લાખ, બે મોબાઇલ ફોન કિ.રૂ.5 હજાર, ટાટા એસી ગાડી કિ.રૂ.3 લાખ મળી કુલ રૂપિયા 4.33 લાખનો મુદામાલ ઝડપી પાડયો હતો.

કુલ ~4.33 લાખનો મુદ્ામાલ જપ્ત

પોલીસના ઓપરેશનથી ફફડાટ

અન્ય સમાચારો પણ છે...