તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરામાં મુસ્લિમો દ્વારા પાક વડાપ્રધાનના પૂતળાનું દહન

ગોધરામાં મુસ્લિમો દ્વારા પાક વડાપ્રધાનના પૂતળાનું દહન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમ્મુકાશ્મિરના ઉરીમાં બનેલ અમાનવીય બનાવને વખોડી ગોધરાના સરદાર નગર ખંડ પાસેથી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા વિવિધ બેનરો સાથે રેલી નિકળી હતી. હિન્દુસ્તાન હમારા હે જાન સે ભી પ્યારા હે, ઉરીના શહીદોને સલામ, પાકિસ્તાન હોંશ મે આવો વરના કાશ્મિર તો રહેગા લેકિન પાકિસ્તાન નહી રહેગા, જેવા બેનેરો સાથે નિકળેલી રેલી ગોધરાના કલેક્ટર કચેરી પહોંચી આવેદન પત્ર આપ્યુ હતું.

ભારત દેશના સૈનિકો માતૃભુમિની રક્ષા કરવા કાશ્મિરના ઉરી મુકામે તૈનાત કરવામાં આવ્યા હતા. એવામાં ગત તા. 18 સપ્ટેમ્બરના સવારે પાકિસ્તાન પ્રેરિત અમુક નાપાક હુમલાખારો શસ્ત્રો સાથે લશ્કરી છાવણી ઉપર ત્રાટક્યા હતા. જેમાં 18 જવાનો શહીદ કરી દિધા હતા. જેથી તંઝીમુલ મુસ્લિમીન ઉલમા-એ-કિરામ ગોધરા, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ સમિતી તથા સમગ્ર પંચમહાલ જિલ્લાના ...અનુસંધાન પાના નં.2મુસ્લિમો દ્વારા ઉરી હુમલાને સખત શબ્દોમાં વખોડે છે. અમાનવીય ધટનાની સખત શબ્દોમાં નિંદા કરી હતી. જેના ભાગરૂપે ગોધરા શહેરના રફીક તિજોરીવાલા, યાકુબ ભટુક, રેહાન મીઠીબોરવાલા, મૌલાના મુફ્તિ હારૂન સિંધી, ઇકબાલ પોચા, મૌલાના ઇદ્રીશ સહિત અનેક મુસ્લિમ અગ્રણીઓ દ્વારા તા. 26 સપ્ટેમ્બરના રોજ રેલી કાઢવામાં આવી હતી. જે ગોધરા શહેરના સરદાર નગર ખંડ પાસેથી શરૂ થઇને કલેક્ટર કચેરી પહોંચી હતી. જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા વિવિધ બેનરો સાથે નિકળેલી રેલીમાં દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા. વધુમાં શહિદો અમર રહો, હિન્દુસ્તાન હમારા હે જાન સે ભી પ્યારા હે, ઉરીના શહીદોને સલામ, પાકિસ્તાન હોંશ મે આવો વરના કાશ્મિર તો રહેગા લેકિન પાકિસ્તાન નહી રહેગા, જેવા બેનેરો સાથે નિકળેલી રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પાકિસ્તાન મુર્દા બાદ જેવા ગગન ભેદી નારા લગાવી દેશ ભક્તિ વ્યક્ત કરી હતી. ગોધરાના કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ રેલી પંચમહાલ જિલ્લા કલેક્ટરને મળી આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

શહીદજવાનોને શ્રદ્દાંજલી અર્પિ

ઉરીક્ષેત્રમાં શહીદ થયેલ જવાનોના કુટુંબીજનો સાથે ગોધરાના મુસ્લિમ સમાજે જવાનોના કુટુંબીજનો સાથે સૌ મુસ્લિમો સહાનુભુતિ વ્યક્ત કરી હતી. તેમજ દેશની રક્ષા માટે શહીદ થનાર જવાનોને શ્રદ્દાંજલી અર્પિત કરી હતી.

ગોધરાના કેસરી સર્કલ પાસે મુસ્લિમ સમાજ દ્વારા પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફના પુતળાનું દહન કરવામાં આવ્યુ હતું. તસવીરહેમંત સુથાર

પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી આવેદન આપ્યું

અન્ય સમાચારો પણ છે...