તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • મારામારીના ગુનામાં સવા વર્ષથી ફરાર માતા પિતા પુત્ર ઝડપાયાં

મારામારીના ગુનામાં સવા વર્ષથી ફરાર માતા-પિતા-પુત્ર ઝડપાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરાપોલીસ મથકમાં મારા મારીના ગુનામાં છેલ્લા સવા વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી માતા, પિતા તથા પુત્રને 24 કલાકમાં પંચમહાલ જીલ્લાની પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ ઝડપી પાડ્યા હતા. તેમજ વધુ તપાસ માટે શહેરા પોલીસને સોંપવામાં આવ્યા હતા.

શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધયેલા મારા મારીના ગુનામાં ભુરાભાઇ પ્રતાપભાઇ પટેલ, કોકીલાબેન ભુરાભાઇ પટેલ તથા ઇશ્વરભાઇ ભુરાભાઇ પટેલ (રહે. માતરીયા, વ્યાસ લવાર ફળીયુ, શહેરા) છેલ્લા સવા વર્ષથી નાસતા ફરતા હતા. દરમિયાન ગોધરાની પેરોલ ફર્લો સ્કર્વાડના પીએસઆઇને બાતમી મળી હતી કે ભુરાભાઇ પટેલ અમદાવાદ જિલ્લાના દસ્કોઇ તાલુકાના અસલાલી મુકામે કોઇ વાહન ઉપર ડ્રાઇવીંગ કરે છે અને અસલાલી ગામમાં રે છે. જેના આધારે ગત તા. 25 સપ્ટેમ્બરની રાત્રે અમદાવાદ જિલ્લાના અસલાલી મુકામે દંપતી ભુરાભાઇ પટેલ અને કોકીલાબેન પટેલની અટક કરી આગળની વધુ તપાસ માટે શહેરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતા. દરમિયાન પેરોલ ફર્લો સ્કર્વાડની ટીમ ગત તા. 26 સપ્ટેમ્બરના સવારે નાઇટ કોમ્બીંગમા હતા. વખતે મારામારીના ગુનામાં ઇશ્વરભાઇ ભુરાભાઇ પટેલ ભાવનગર થી એસટી બસમાં બેસી તેના વતન માતરયા વ્યાસ આવવા બસમાં નિકળ્યો છે. જેના આધારે ગોધરા બસ સ્ટેન્ડ ખાતે પેરોલ ફર્લો સ્કર્વાડની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં બસમાંથી નીચે ઉતરતા ઇશ્વર ભુરાભાઇ પટેલને અટક કરી વધુ તપાસ માટે શહેરા પોલીસને સોંપવામાં આવ્યા હતા.

સવા વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી પરોલ ફર્લો સ્કોર્ડે ઝડપી પાડયો હતો. તસવીરહેમંત સુથાર

પંચમહાલની પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઓપરેશન પાર પાડ્યું

શહેરા પોલીસ મથકમાં ત્રણે સામે ગુનો નોંધાયો હતો

અન્ય સમાચારો પણ છે...