તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેસાવાડાના ગોળ ગધેડાના મેળામાં થાંભલો રોપાયો!

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગરબાડાતાલુકાના જેસાવાડા ગામમાં સ્વંયવરની પ્રથા સાથે જોડાયેલો દેશ પ્રસિદ્ધ ગોળ ગધેડાનો મેળો શનિવારે છઠના રોજ ભરાયો હતો પરંતુ જેની માટે મેળો પ્રખ્યાત હતો તે પરંપરા ભુલી જવાઇ હતી. જેની ઉપર ગોળની પોટલી બાંધવામાં આવે છે તે સમળાના થાંભલો શનિવારે ચોક વચ્ચે રોપાયો હતો. મેળો માણવા માટે આસપાસના ગામ સાથે જિલ્લા અને રાજ્યના વિવિધ સ્થળેથી લોકો ઉમટી પડ્યા હતા પરંતુ જેની માટે મેળો માણવા આવ્યા છે પરંપરા જોવા નહી મળે તેવું જાણવા મળતાં લોકોમાં ઉદાસી છવાઇ ગઇ હતી. ખાસ કરીને પરગામોમાંથી આવેલા લોકોને ધક્કો પડ્યો હતો. મેળાનું હાર્દ નહીં હોવાથી વખતે ઝુલા અને ચગડોળ પણ જોવા મળી હતી. ગોળગધેડાનો મેળા માત્ર લોકોની ભીડ બનીને રહી ગયો હતો.

આંતરિક વિવાદને કારણે 200 વર્ષ જૂની પરંપરા કોરાણે મુકાઇ

દર વર્ષે જોવા જઉં છુ

^ગોળપાડવા માટે જે યુવાન થાંભલા ઉપર સડસડાટ ચઢી જાય છે તે જોવાનું હું ક્યારેય ચૂક્યો નથી. વખતે પણ હું 11 વાગ્યે જેસાવાડા પહોંચી ગયો હતો. ત્યારે ત્યાં જઇને ખબર પડી કે વખતે મેળો છે પણ ગોળ પાડવાની વિધિ નથી કરાવાની જેથી હું પરત આવી ગયો હતો.>વીજયભાઇ પ્રજાપતિ,ગરબાડા

પરિવાર સાથે જોવા ગયો

^મેળાવીશે ઘણું સાંભળ્યું હતું. જેથી આદિવાસી સંસ્કૃતિ વીશે જાણવાની ઉત્સુકતાને કારણે હું મારા પરિવાર સાથે મેળો જોવા માટે ગયો હતો. જોકે, જેની માટે મેળો પ્રસિદ્ધ છે તે વિધિ નથી થવાની ત્યાં જઇને ખબર પડી હતી. અમને ધક્કો પડ્યો હતો.>ડો. જીતેશજોષી,રજિસ્ટ્રાર, ગુરુગોવિંદ યુનિ. ગોધરા

આંતરિક વિખવાદ

^200વર્ષ કરતા પણ વધુ સમયથી ગોળ ગધેડાનો મેળો ભરાતો હતો. ગોળની પોટલી ઉતારવાનું કામ અહિના કટારા સમાજના લોકો દ્વારા કરાતુ હતું. પરંતુ વર્ષે તેમના અંદરો અંદર આંતરિક વિવાદ થવાના કારણે ગોળ ગધેડાનો થાંભલો ઉભો કરાયો નથી. >સંદિપસિંહ રાઠોડ,સરપંચજેસાવાડા

કઇ રીતે ઉજવણી કરાતી હતી

જૂનાજમાનામાં ચોકમાં રોપેલા સીમળાના લીસ્સા પર ચડીને જેકોઈ યુવાન ગોળની પોટલી લઇ લે તેની સાથે તેને મનગમતી છોકરી સાથે લગ્ન કરાવી દેવામાં આવતા હતા. જોકે હવે પ્રથા નથી રહી પરંતુ યુવાનો જેવા ગોળ લેવા માટે ઉપર ચઢે કે તરતજ યુવતીઓ તેમના પર સોટીઓનો મારો સરુ કરી દેતી હતી. જેથી કેટલાય યુવકો નિષ્ફળ જતાં હતાં. પોટલી ઉતારનારને વીજેતા ઘોષિત કરાતો પરંતુ સ્વયંવર પ્રથાની બાદબાકી કરવામાં આવી હતી. ગોળ ગધેડે ચઢવાની અને સાથે સોટીઓ મારવાની પ્રથા ગતચ વર્ષ સુધી અકબંધ જોવા મળી હતી.

પરગામોમાંથી મેળો જોવા ગયેલાને ધક્કો : ઝુલા અને ચગડોળો પણ ના લાગ્યા

જેસાવાડામાં ભરાયેલો ગોળગધેડાનો મેળો. તસવીરવિપુલ જોષી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો