તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

227 ઉમેદવારોના પ્રમાણ- પત્રોની ચકાસણી હાથ ધરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચમહાલજીલ્લા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ જગ્યાઓ માટેની ધટ અંગે પંચાયત વિભાગ દ્વારા પરિક્ષા યોજી હતી. જે બાદ ઉમેદવારો પૈકી ની 178 જગ્યા માટે પાસ થયેલા 227 ઉમેદવારોની શનીવારના રોજ પ્રમાણપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવતા પંચાયત સંકુલ ઉમેદવારોની ભીડથી ભરચક બની ગયુ હતું.

છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારમાં આવેલ તલાટી તથા આરોગ્ય કેન્દ્ર માં આરોગ્યના પુરુષ અને મહિલા કર્મચારીઓ.ક્લાર્ક મળી પાંચ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરીને 12 ફેબ્રુઆરીના રોજ પરિક્ષા યોજાઇ હતી તબક્કવાર આયોજીત .પરિક્ષામાંપંચમહાલ સહિતના આસપાસના જીલ્લા માંથી બેરોજગારોએ નોકરી મેળવવાની આશા સાથે ફોર્મ ભર્યા હતા.આશરે દોઢ માસના સમય પછી.પરિણામ જાહેર થતા પરિક્ષાર્થીઓમાં આશાનિરાશાની લાગણી વ્યાપી હતી.આજે તા. 18ના રોજ પંચમહાલ જીલ્લા પંચાયતમાં આશરે પાંચ કેડરની યોજાયેલી પરિક્ષાના પરિણામ બાદ પાસ થનાર ઉમેદવારોને પોતાના પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું જણાવવામાં આવતા વહેલી સવારથીજ પાસ ઉમેદવારો હાજર રહ્યા હતા જેમાં જુનીયર ક્લાર્કની 33 જગ્યા સામે 80 ઉમેદવાર,ત.ક.મંત્રી 58 જગ્યા સામે 100,ગ્રામસેવક 52 ની લામે 81 અને એમએચડબલ્યુ ની 35 નીલામે 56 તમામ ઉમેદવારોના માંગ્યા અનુસાર પ્રમાણપત્રો લઇને હાજર રહેવાનું જણાવવામાં આવતા લાઇનબંદ્દ પ્રમાણપત્રોની ચકાસણી કરાઇ હતી અને વાલીઓ પણ પોતાના સંતાનોની નોકરી કાજે હાજર રહ્યા હતા.

અત્રે નોંધનિય છે કે જે તે સમયે 53 સ્થળોએ તલાટી કમમંત્રીના 25682 તથા 3 કેન્દ્રો માં 916 એમપીએચડબલ્યુ ઉમેદવારો સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામા ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષા માટે ચુસ્ત આયોજનના ભાગરૂપે સી.સી.ટી.વી કેમેરા મારફતે લાઇવ રેકોડીગ કરાયુ હતું તથા પરીક્ષા નિર્ભિક વાતાવરણમાં યોજાય તે માટે પુરતા પોલીસ બંદોબસ્તની તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઇ હતી.

178 જગ્યા માટે અગાઉ પરીક્ષા યોજાઇ

પંચ. િજ. પં.માં જગ્યાઓ પૂરવા કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો