તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • બાકોરથી કતલખાને લઇ જવાતા 4 પશુ બચાવાયા : 3ની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાકોરથી કતલખાને લઇ જવાતા 4 પશુ બચાવાયા : 3ની ધરપકડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લુણાવાડાનાબાકોર પાસેથી પીકઅપ ડાલામાં ભરીને કલતખાને લઇ જવાતા 4 પશુઓને પોલીસે બચાવી લીધા હતા. જેમાં 3 આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મહીસાગર પોલીસ અધિક્ષક ડો.એમ.કે.નાયકે જીલ્લામાં બનતા મિલકત સબંધી ગુનાઓ રોકવા માટે નાકાબંધી પેટ્રોલીંગ રાખવા સુચના અને માર્ગદર્શન આપ્યુ હતુ. જે સુચના આધારે બાકોર પોલીસ સ્ટેશનના ઇ.પોસઇ એ.જે.અસારી તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હતા. દરમ્યાન બાતમી મળેલ કે ખાનપુર તરફથી એક મોટર સાઇકલથી પાયલોટીંગ કરી મહીન્દ્રા મેકસડાલાકાં ઢોરો ભરીને લીમડીયા થઇ ગોધરા તરફ પસાર થનાર છે. જે બાતમી આધારે લીમડીયા ચોકી ઉપર નાકાબંધી કરી વોચમાં હતા. દરમ્યાન એક મેકસ પીકઅપ ડાલુ પસાર થતા તેઓને રોકી લીધુ હત. જેમાં પોલીસ ચેક કરતા ખીચોખીચ અતિક્રુરતાપૂર્વક ટુંકા દોરડાથી ગળાના ભાગે તથા પગોના ભાગે બાંધી રાખેલા ભેંસો નંગ 3 અને એક પાડો મળી કિ.રૂ.33 હજાર તથા પીકઅપ ડાલુ કિ.રૂ.1.50 લાખ, મોટર સાઇકલ કિ.રૂ.20 હજાર મળી કુલ રૂ.2.3 લાખ ઉપરાંતનો મુદામાલ સાથે સદામ અલ્લારખા મુલતાની, મુશરફ મુલતાની તથા મોહસીનભાઇ મુલતાની તમામ રહે.ચાંદટેકરી તા.મોડાસા, અરવલ્લીને ગેરકાયદેસર પશુની હેરાફેરી સંદર્ભે ઝડપી પાડયા હતા.

પશુઓ અતિક્રૂરતાપૂર્વક બાંધી રાખ્યા હતાં

પીકઅપ ડાલામાં ભરીને પશુ લઇ જતા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો