તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેજ-1નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
4ગાર્ડોને તેને ભરોસો બતાવતા સમયે ફરીયાદી જેલગાર્ડનું ટીફીન આપી ગયા બાદ આરોપી કેદીને જેલગાર્ડે માનવતાના નાતે જમવા માટે પુછયુ હતુ કે કેદીએ હા પાડતા જેલગાર્ડે કેદીને જેલની કોટડીનો દરવાજો ખોલી હાથ ધોવાના બહાને બહાર નિકળ્યો હતો. હાથ ધોઇને જેલગાર્ડને ચકમો આપી ભાગી છુટયો હતો. રાહદારીઓની ચહલ પહલ અને રાત્રીના સમયે કેદીને પકડવાના પ્રયાસો ફરજ પરના જેલગાર્ડ કર્મીઓએ કર્યા બાદ છતા કેદી ભાગી છુટવામાં સફળ રહયો હતો. આની જાણ ઉચ્ચપોલીસ અધિકારીઓને કરતા તેઓ પોલીસ સબ જેલ ખાતે દોડી આવ્યા બાદ ભાગી છુટેલા કેદી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

ગોધરામાં2 સ્થળે...

પંચમહાલજીલ્લાના પાટનગર ગોધરા ખાતે બજારમાં આવેલ ગુટખાની એજન્સી કમલેશ એજન્સી ખાતે તેમજ દાહોદ રોડ ઉપર આવેલ પંચમહાલ ટાઇલ્સ ખાતે ઇન્કમ ટેક્ષ વિભાગ દ્વારા શુક્રવારની મોડી સાંજે ટીમ દ્વારા છાપો મારીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. તેમજ ઇન્કમ ટેક્ષ વિભાગ દ્વારા મહિસાગર જીલ્લાના સંતરામપુર ખાતે આવેલી દિવ્યા કોમ્યુનિકેશન ખાતે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. ગોધરા તથા સંતરામપુર ખાતે ઇન્કમ ટેક્ષ વિભાગના સર્ચની જાણ થતા વેપારી આલમમાં ભય ફેલાયો હતો. તેમજદ બજારમાં ચર્ચાઓએ સ્થાન લીધુ હતું.આ લખાય છે ત્યાં સુધી સર્ચ ઓપરેશન ની કામગીરી ચાલુ રહી હતી. અને સર્ચ ઓપરેશન દરમ્યાન કેટલું કાળુ નાંણું બહાર આવશે તેની કોઇ વિગતો સાંપડી શકી હતી.

પ્રતાપપુરાનાશ્રમજીવીના...

જિલ્લાવહિવટીતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. લીમખેડા પોલીસે પ્રતાપપુરાના શ્રમજીવીને પોલીસ મથકમાં બોલાવી પુછપરછ કરતાં અરજી ખોટી રીતે કોઇક અન્ય માણસે કરી હોવાનું ખુલતાં તંત્રએ હાશકારો લીધો હતો. ્રતાપપુરા ગામના પરસોત્તમ વીરાભાઇ વણકર તથા અન્ય શ્રમજીવીઓ ગોધરા એસ.આર.પી. ગૃપમાં ટાઇલ્સ ફીટીંગનું કામ કરતાં હતા. ટાઇલ્સ ફીટીંગનું કામ જામદરા ગામે રહેતાં તેના બનેવી મનુભાઇ સોમાભાઇ વણકરે સુરતના બિલ્ડર ડી.એચ.પટેલ પાસેથી ઉચ્ચક મજુરીએ રાખ્યું હતું. જેથી પરસોત્તમ વણકર તથા મનુભાઇ વણકર બન્ને સાળા બનેવી થતાં હોઇ બન્ને વચ્ચેનાં સબંધ બગાડવાના ઇરાદે કોઇક વિઘ્નસંતોષીએ મુખ્યમંત્રીના કાર્યાલયમાં મહેનતાણાના નાણાં આપતા નથી અમને નાણાં આપશે નહિ તો અમે શ્રમજીવીઓ સામુહિક આત્મવિલોપન કરીશુ તેવી લેખિતમાં અરજી કરી હતી. બાબતે મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલય દ્વારા દાહોદ જીલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રને યોગ્ય કાર્યવાહી માટે જણાવ્યું હતું. લીમખેડા પોલીસે પ્રતાપપુરાના પરસોત્તમ વણકરને પોલીસ મથકે બોલાવી પુછપરછ કરતાં તેણે અરજી ખોટી છે. અમારી સહી નથી તેવુ જણાવતા લીમખેડા પોલીસે જરૂરી કાર્યવાહી કરી અરજી દફતરે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો