તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કતલના ઇરાદે લઇ જવાતા 15 ગૌ વંશોને બચાવાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાલોલનાખરસાલીયા થી જીતપુરા ગામ વચ્ચે વેજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો વોચમાં હતા તે દરમ્યાન એક ટ્રકમાં કતલના ઇરાદેથી લઇ જવાતા 15 ગૌ વૈશોને બચાવી પરવડી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા .ટ્રક સાથે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. ટ્રક ડ્રાયવર તથા અન્ય એક આરોપી નાસી જવામાં સફળ રહ્યા હતા.આ અંગે વેજલપુર પોલીસ મથકે ફરીયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાલોલના ખરસાલીયા થી જીતપુરા ગામ વચ્ચે વેજલપુર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો વોચમાં હતા તે દરમ્યાન પસાર થતી એક શંકાસ્પદ ટ્રકની તલાશી લેતા ટ્રકમાં કોઈપણ જાતનો ઘાસચારો કે પાણીની સુવિધા વગર દોરડાથી મુશ્કેટાટ બાંધેલી હાલતમાં ગૌ-વંશો મળી આવ્યા હતા. ટ્રક સાથે મહંમદ નાશીર શેખ (રહે.ગોમતીપુર કસાઇચાલ.અમદાવાદ)તથા સુલેમાન અબ્દુલ હકીમ ટીલડી (રહે.મીઠીખાન મહોલ્લા,દારૂસલામ મસ્જીદ પાસે.ગોધરા) ઝડપાઇ ગયા હતા. તથા મહંમદ સુભાન કે. સીદ્દીક તથા ટ્રક ડ્રાયવર નુર આલમ સુફીયાન (બંને રહે. વટવા,અમદાવાદ) ટ્રક તથા પાયલોટીંગ કરતી ગાડી સ્થળ ઉપર મુકી નાસી જવામાં સફળ રહ્યા હતા. ટ્રકના ગૌ-વંશોની ગણતરી કરતા કુલ 15 બળદો હતા. જેની કુલ કિંમત રૂા.2.25 હજાર તથા ટ્રકની કીંમત રૂા.7 લાખ તથા ટ્રકનું પાયલોટીંગ કરતી સ્વીફ્ટ ગાડીની કિંમત રૂા. 4.50 હજાર તથા ઝડપાયેલ આરોપીઓની તલાશી લેતા મોબાઇલ નંગ ચાર જેની કિંમત રૂા.8 હજાર તથા રોકડ રૂા.235 મળી કુલ રૂા.13,83,235નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

બચાવાયેલા 15 બળદોને પરવડી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા તથા બળદો મંગાવનાર સઉદ હાજીભાઇ તથા મહેફુઝ ઉફ્રે મુન્નો બદામ (બંને રહે. ગેની પ્લેટ ગોધરા) તથા એકબીજાની મદદગારી કરનાર સામે વેજલપુર પોલીસે પશુ સંરક્ષણ ધારા મુજબનો ગુન્હો દાખલ કરી પોસઇ પી.એમ.જુડાલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખરસાલિયા-જીતપુરા વચ્ચે વોચ રાખી

કતલના ઇરાદાથી બળદની હેરાફેરી કરતી ટ્રક તથા પાયલોટીંગ કરતી સ્વીફ્ટ ગાડી પોલીસે ઝડપી પાડી. તસવીરહેમંત સુથાર

બે આરોપીઓે ઝડપી પાડ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો