તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક પોલીસનો સપાટો: 150 ચાલકો દંડાયા : 16 ડીટેઇન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરમાંટ્રાફિકની સમસ્યા વધતીજાય છે. જેને અંકુશમાં લાવવા માટે ટ્રાફિક પોલીસના બે દિવસના સયુકત અભિયાનમાં નાના મોટા મળી કુલ 150 જેટલા વાહનો ટ્રાફિકના નિયમના ઉલ્લધનમાં પકડીને તેઓની પાસેથી દંડ પેટે 15000 રૂ ની વસુલ કર્યા હતા. 16 વાહનોને ડીટેઇન કરતા ફફટાડ પેસી ગયો હતો.

ગોધરામાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરતી ગઇ છે. કેટલાક વાહન ચાલકો બેફીકરાઇથી હકારીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કરીને રાહદારીઓને મુશ્કેલીમાં મુકી દે છે. જેના લીઘે કેટલીક વાંર અકસ્માતના બનાવો બને છે. કેટલાક બાઇક સવારો ઘુમ સ્ટાઇલથી બાઇકો હકારીને બીજા વાહન ચાલકો તથા રાહદારીઓના જીવ જોખમાય છે.તથા ખાનગી વાહન ચાલકો બેફીકરાઇથી હકારીને અકસ્માતો સર્જે છે તેવા વાહનોને ઝડપવા માટે ગોધરા ડીવીઝનના પોસઇ એસ.ડી.પટેલ તથા ટ્રાફિક પોલીસના મનુભાઇના સ્ટાફના સંયુકત અભિયાન ગોધરાના વિવિધ વિસ્તારોમાં ચલાવ્યું હતું. જેમાં પોલીસના હાથે ટ્રાફિકના નિયમનો ઉલ્લધન કરનાર વાહન ચાલકો ઝડપાયા હતા. પોલીસે આવા નાના- મોટા વાહનોને ઝડપીને સ્થળ પર ચાલકો પાસેથી દંડની વસુલાત કરી હતી. પોલીસે 150 જેટલા વાહનો પકડીને તેમની પાસેથી 15000 રૂનો દંડ વસુલીયા તથા 16 જેટલા વાહનોને ડીટેઇન કર્યા હતા.

ઘુમસ્ટાઇલથી હકારનારાઓમાં સાંપો પડી ગયો

ગોધરામાં વાહન પાસેથી દંડ પેટે 15 હજાર વસુલ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો