તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • દાહોદ ખાતે સ્વાતંત્રય દિનની પૂર્વ સંધ્યાએ ત્રિરંગા યાત્રા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ ખાતે સ્વાતંત્રય દિનની પૂર્વ સંધ્યાએ ત્રિરંગા યાત્રા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ત્રિરંગા યાત્રા યાદ કરો કુરબાની ગોધરામાં સૌ પ્રથમ વાર ત્રિરંગા યાત્રા

રાજ્યનાદરેક જિલ્લામાં જિલ્લા મથકે સ્વાતંત્રય દિનની પૂર્વ સંધ્યાએ ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવાનો નિર્ણય થયેલ છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર તેમજ મહિસાગર જિલ્લાના લુણાવાડામાં 14મી ઓગસ્ટ સ્વાતંત્રય પર્વની પૂર્વ સંધ્યાએ ત્રિરંગા યાત્રા યોજાશે

70મા સ્વાતંત્ર્ય પર્વ સમગ્ર દેશમાં આનબાન અને શાનથી ઉજવાય તેવા ઉમંગભર્યું વાતાવરણનું દેશમાં નિર્માણ થઇ રહ્યું છે. રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લા મથકે સ્વાતંત્રય દિનની પૂર્વ સંધ્યાએ ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવાનો નિર્ણય થયેલ છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના ગોધરામાં ત્રિરંગા યાત્રા યોજાશે.પોલીસ વડા આર.વી.અસારીના માર્ગદર્શન મુજબ રૂટ નક્કિ કરવામાં આવ્યો છે. જે ગોધરા શહેરમાં પહેલી વખત યોજાનાર છે. જે ગોધરા શહેરના વિશ્વકર્મા ચોક, શરાફ બજાર , પોલીન બજાર, ચોકી નંબર 7, અલીગ્રેઇન, ગીદવાણી રોડ, શહેરા ભાગોડ, ગાર્ડન રોડ, શહેરા ભાગાળ, લાલબાગ બસ સ્ટેન્ડ, થઇ પોલીસ હેડક્વાટર્સ પહોંચશે. રાષ્ટ્રીય કાર્યક્રમને અનુલક્ષીને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પુણ કરવામાં આવી છે. બીજી તરફ મહિસાગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટરરી કે.બી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. ત્રિરંગા યાત્રાના આયોજન અંગે જરૂરી સલાહ સૂચનો અને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ત્રિરંગા યાત્રા કલેક્ટર કચેરીથી કોલેજ ગ્રાઉન્ડ ખાતે જશે. યાત્રામાં 70 પોલીસ જવાનો બાઇક રેલી કાઢશે. પ્રસંગે અનિચ્છનીય બનાવ બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

અનિચ્છનિય બનાવ બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો