તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોમા મેશરી નદીમાં રેતીની આવક નોંધાતા જથ્થો ભરવા માટે પડાપડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોમા - મેશરી નદીમાં રેતીની આવક નોંધાતા જથ્થો ભરવા માટે પડાપડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાસહિત વિવિધ તાલુકામાંથી પસાર થતી વિવિધ નદીઓમાં વરસાદી પાણીની આવક નોંધાતા દૂરદૂરથી રેતી ખનીજ તણાઇ આવતા લીઝ હોલ્ડર્સ તથા સરકારી આવક થતાં ટ્રેક્ટરોની હેરાફેરી શરુ થઇ છે. અત્રે નોંધનીય છે કે માત્ર ગોધરા તથા કાલોલ તાલુકાની ગોમા - મેશરી નદીમાં 100 ઉપરાંત લીઝ અપાયેલી છે. ત્યારે રોજીંદા 50 ઉપરાંત વાહનોની હેરાફેરી થતાં 8 લાખની આવકનો અંદાજ છે.

ગોધરા શહેર તથા તાલુકામાંથી મેશરી નદી વહે છે. તેની નજીકના કાલોલ તાલુકાની મુખ્ય એવી ગોધરા તાલુકાના અનેક ગામડાને જોડતી ગોમા નદી આવે છે. તેવી રીતે શહેરા તાલુકામાં પાનમ નદી વહે છે. તેવા સંજોગામાં પંચમહાલ જીલ્લાના વિવિધ ગ્રામ્ય તથા સિંચાઇ તળાવમાં આસપાસથી ભેખડ ધસતા રેતી કંકરનુ પ્રમાણ ઋુતુમાં વધુ જતુ હોય છે. ગત વર્ષે કરતાં ચાલુ વર્સે વરસાદ સારો હોવાથી ગોધરા તથા કાલોલ તાલુકામાં આસપાસના ફળદ્રુપ ખેતરોને નુક્સાન પહોચાડીને તેની માટી તથા રેતી તણાઇ આવતા ખનીજ સંપત્તિનો વધારો થયો છે. તેની તુલનામાં આસપાસના પંથકમાં આવન જાવત કરતાં મહત્વની નદિ એટલે કે ગોમા તથા મેશરીમાં પણ સૌથી વધુ સર્મૃધ્ધ ગણાતા બે તાલુમામા રેતી ભારે પ્રમાણમાં તણાઇ આવી છે. સમગ્ર પંચમહાલ જીલ્લાના 70 ટકા રેતીનો જથ્થો પૂરો પાડતા બે તાલુકામાં સૌથી વધુ ખનીજ તણાઇ આવતા આસપાસના આવક પાત્રતામાં આનંદની લાગણી વધી ગઇ છે. ઉનાળામા બાંધકામ ધમધમતુ હોય છે. તેવા સમયે લીઝ ધરાવતા ધારકો દ્રારા જેસીબી દ્રારા નદિ તથા તળાવ ઉંડા કરવાની કામગીરી રાતદિવસ કાર્યરત રાખે છે. વળી સમયમર્યાદામાં જથ્થો રવાનો કરવાનો હોવાથી રાત્રે વાહનોની પણ કતાર લાગતી હોય છે. ચોમાસામાં પાણીની આવક વધતા ખનીજ સંપત્તી પણ તણાઇ આવતા રોજીંદા 50 થી વધુ વાહનો ધમધમે છે. જથ્થો ભરવાની આડમાં ક્યારેક ગેરકાયદે હેરાફેરી કરતાં સરકારને આવકને લક્ષ્યાંક કરતા ઓછી આવક નોંધાતા ખોટ પહોચી હોવાનુ પણ કહેવાય છે. ત્યારે તકેદારી રાખે તો આવક જળવાઇ રહે તેમ છે. ત્યારે બાબતે જીલ્લા ભૂસ્તરશાસ્રીનો સંપર્ક સાંધતા શક્ય બનતા પ્રતિક્રિયા જાણી શકાઇ હતી.

કયા કયા વિસ્તારમાં વાહનો પસાર

હાલનદિ કાંઠા વિસ્તારમાં રેતી તણાઇ આવતા છેક ઘોઘંબાના સીમલીયા, અછાલા, ગદુકપુર, છાપી, દયાલ, ગોધરા, અંબાલી તથા છેક કાલોલ તાલુકાના મહેલોલ તથા સરહદી સાવલી તાલુકાના ઉદલપુર સુધીના વિસ્તારોમાં રાતદિવસ વાહનોની આવન જાવન રહેતી હોવાનુ મહત્વના રુટા જાણકારો જણાઇ રહ્યા છે.

રોજીંદા 100 ઉપરાંત લીઝમાંથી 50 ઉપરાંત વાહનોની હેરાફેરીથી ~8 લાખની આવક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો