તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરામાં પરપ્રાંતિ પરણિતાનો રહશ્યમય સંજોગોમાં આપઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં પરપ્રાંતિ પરણિતાનો રહશ્યમય સંજોગોમાં આપઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાનીવસંત વિહાર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતિય પરિવારની પરણિતાએ રહશ્યમય સંજોગોમાં આપધાત કરતા ચકચાર મચી ગઇ હતી. બીજી તરફ ગોધરાના ડીવાયએસપી, પીઆઇ સહિત પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પોલીસ દ્વારા હાલ અકસ્માતે મોત અન્વયે નોંધ કરી જીણવટભરી તપાસ ચાલી રહી છે.

ગોધરા શહેરની વસંતવિહાર સોસાયટીના 7 નંબરના મકાનમાં ભાડાના મકાનમાં રહેતા અને મુળ યુપીના મુઝફરનગરના બુઢહાના, ચમારાન કાંદરા રોડ ઉપર રહેતા નીરજ ભુષણલાલ ગોયેલ (ઉવ.33) ગોધરા ડીવીઝન પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ ગોધરાના પોટપુરા વિસ્તારમાં આવેલી પી.વી.ઓર્ગેનિક કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓના લગ્ન એક વર્ષ અગાઉ યુપીના મેરઠના બ્રહ્મપુરીમાં રહેતી અંશુ સાથે થયા હતા. તેઓના સુખી સંસારમાં બે પુત્ર છે. જેમાં સૌથી મોટો નમન ( 5 વર્ષ) જ્યારે નાનો અર્ચીત ( 8 માસ) છે. ગત તા. 12 ઓગસ્ટે તેઓ કંપની ઉપરથી સાંજના સમયે આવી ગયા હતા. ત્યાર બાદ જમી પરવારીને હું રાત્રીના 9 વાગ્યે સોફા પર સુઇ ગયો હતો જ્યારે મારા બન્ને પુત્રો પલંગ ઉપર સુતા હતા. પત્ની રસોડામાં કામ કરતી હતી. દરમિયાન રાત્રે એકાદ વાગે મારી આંખ ખુલી જતા હું લધુશંકા કરવા ઉભો થયો હતો. ત્યારે મારી પત્ની દેખાઇ હતી. જેથી બુમ પાડતા કોઇ અવાજ આવ્યો હતો. ત્યારબાદ બેડરૂમનો દરવાજો ખોલતા મારી પત્ની અંશુએ પંખા સોથ સફેદ ચાદરથી ગળે ફાંસો ખાધેલી લટકતી જોવા મળી હતી. જેથી તાત્કાલીક પરિવારના સભ્યો તથા પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. નાયબ પોલીસ વડા, ડીવીઝન પીઆઇ સહિત ડી સ્ટાફના માણસો દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પંચનામુ તથા પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકનો મૃતદેહ નીચે ઉતારવાની કાર્યવાહી કરી હતી. હાલ પોલીસ દ્વારા મૃતક પરણિતા અંશુના પતિની ફરિયાદના આધારે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી કાર્યવાહી આરંભી છે.

વસંતવિહાર સોસા.માં ભાડાના મકાનમાં રહેતુ હતુ

ગોધરાની વસંત વિહાર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી પરણિતાએ રહશ્યમય સંજોગોમાં આપધાત કર્યો હતો. મકાનમાં અસ્તવ્યસ્ત સામાન નજરે પડે છે. - હેમંત સુથાર

સાંજે રાખડી કુરીયર કરી હતી

^હુકંપની પરથી ચારેક વાગે નિકળી ગોધરામાં આવી ગયેલ. મારી પત્નીએ ભાઇની રાખડી મોકલાવવા કહેલ જેથી હું શ્રીનંદનકુરીયર બસ સ્ટેન્ડ પાસે કુરીયરમાં રાખડી મોકલાવી હુ ઘરે પાછો આવી ગયેલ ત્યારબાદ જમી પરવારી હુ રાત્રીના આશરે સાડા નવેક વાગે બેઠક રૂમમાં સુઇ ગયેલ અને રાત્રીના એકાદ વાગે ઉઠેલ ત્યારે મારી પત્ની ગળે ફાંસો ખાઇ ગયેલ હાલતમાં બેડરૂમમાં હતી.>નીરજ ગોયેલ,ફરિયાદમાંજણાવ્યા મુજબ

એફએસએલનીરૂબરૂમાં પંચનામુ કર્યુ

^વસંતવિહાર સોસાયટીમાં પરણિતાની લાશ ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવી હતી. જેથી FSL અધિકારીની રૂબરૂમાં પંચનામુ કર્યુ હતું. તેઓની હાજરીમાં મૃતદેહને નીચે ઉતારી પીએમની કાર્યવાહી માટે ગોધરા સિવિલ મોકલી આપી છે. પ્રકરણમાં પરણિતાએ આપધાત કર્યો હોવાનું દેખાય છે. >વી.કે.નાયી, ડીવાયએસપી, ગોધરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો