તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કન્યા સાક્ષરતા નિવાસી શાળાનો લોકાર્પણ સમારોહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાંબુઘોડાનાનારૂકોટ ગામે નવનિર્મિત કન્યા સાક્ષરતા નિવાસી શાળાનો લોકાર્પણ સમારોહ તા.૧૩ જુલાઇ બપોરે કલાકે યોજાશે. જેનું ઉદઘાટન ભારત સરકારના આદિજાતિ મંત્રાલયના રાજ્ય મંત્રીના હસ્તે કરવામાં આવશે.

રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગની ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને ભારત સરકારના આદિજાતિ મંત્રાલય પુરસ્કૃત નવનિર્મિત શૈક્ષણિક સંકુલનો લાભ રાજ્યની આદિજાતિ કન્યાઓને ઉપલબ્ધ થયો છે.

જેમાં વિનામૂલ્યે શિક્ષણ સાથે ભોજન નિવાસની સગવડ છે. ઉપરાંત વિદ્યાર્થિનીઓને શાળાકીય ગણવેશ સાથે સ્પોર્ટસ ગણવેશ બૂટ-મોજા સહિત વિનામૂલ્યે સરકાર તરફથી આપવામાં આવે છે.

શાળા ખાતે લેબોરેટરી, કોમ્પ્યુટર રૂમ અને લાઇબ્રેરીની પણ સગવડ છે. ગુજરાતી માધ્યમના ધોરણ થી ધોરણ ૧૧ની નિવાસી શાળાના દરેક ધોરણમાં ૬૦ કન્યાઓની સંખ્યા નિશ્ચિત કરવામાં આવી છે.

પ્રસંગે મુખ્ય મહેમાન પદે રાજ્યના આદિજાતિ વિકાસ, વન અને પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા અને અતિથિ વિશેષ પદે વન અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શબ્દશરણભાઇ તડવી તેમજ પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કેતુબેન દેસાઇ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

જાંબુઘોડાના નારૂકોટ ખાતે 13મીએ કાર્યક્રમ

જાંબુઘોડાના નારૂકોટ ખાતે કન્યા સાક્ષરતા નિવાસી શાળાનું 13મીએ લોકાર્પણ કરવામાં આવનાર છે. તસવીર- કલ્પેશ પંચોલી

અન્ય સમાચારો પણ છે...