તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારો વરસાદ છતાં ખાતર પર 5 % GSTથી ખરીદીમાં ઓટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીલ્લાના મોટાભાગના પરિવારો આકાશી ખેતી ઉપર આધારિત છે. રવિ તથા ઉનાળુ બાદ કરતા ખરીફ ઋતુમા઼ ખેડૂતોને આવક પ્રાપ્ત થતા ખેતી માટે તનતોડ મહેનત આદરે છે. જેના ભાગરુપ ગત જૂન માસથી પંચમહાલ જીલ્લાના અસંખ્ય ખેડૂતોએ ઉત્સાહભરે ખેતીનુ વાવેતર કરતા હાલમા 1.6 લાખ હેક્ટરમાં મકાઇ, ડાંગર, શાકભાજી નોંધાયુ છે. પરંતુ બિયારણમાં સરકારે વેરા સ્વરુપે નવો કોઇ ભાવ નહી કરતા એક પ્રકારે રાહત આપી છે. પણ સરકારની એક હાથે આપીને બીજે હાથે લઇ લેવાની નિતીનો ફરી એક વાર કડવો અનુભવ થતા મિશ્ર લાગણી અનુભવાઇ રહી છે. ડીએપીના ભાવામાં આશરે 9 રુપિયા જેટલો ઘટાડો કરયો છે. ખેડૂતોને ખુશ કર્યા છે. તો બીજી તરફ હાલમાં વપરાશ સૌથી વધુ થનાર યુરિયામા અગાઉના ભાવ કરતા વધુ ઝીકવામાં આવતા ખેડૂતો ઉપર પડતા ઉપર પાટુ માર્યુ હોવાનો ઘાટ સર્જાયો છે.

ગોધરામાં ખાતરના જથ્થાની તસવીર. ખાતરની ખરીદીમાં ઓટ આવતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

જથ્થો હાથવગો થશે ખરો

ખેતગુણવત્તા નિયંત્રણ તંત્ર દ્વારા વિવીધ કંપનીના ખાતર માટે એપ્રિલમાં 2670,મેમાં 6150, જૂનમાં 9870, જુલાઇમાં 8160,ઓગસ્ટમાં 8270, અને સપ્ટેમ્બરમાં 7130 મળીને કુલ ખરીફ ઋુતુમાં 42250 મેટ્રીક ટન યુરિયા, ડીએપી, નર્મદા ફર્ટિ, એમોનિયમ સલ્ફેટ સહિતની મા઼ગ કરાઇ છે. પણ સમયમર્યાદામાં ખાતર સુવિધા પ્રાપ્ત થશે ખરી તે પ્રશ્રાર્થ છે.

હાલમાં ખેડૂતોની ઓછી ઘરાકી છે

^સરકારદ્વારા જીએસટી વેરો લાગુ કરવાના હોવાને લઇને ખેડૂતોમાં ડર સાથે આગોતરી જાણકારી હોવાથી વધેલા ભાવ કરતા જૂના ભાવે ખાતર લેવા માટે ખેડૂતોએ વાવેતર પૂર્વે એડવાન્સમાં ખરીદી કરી લીધી હતી જેના કારણે બજારમાં હાલમાં ખેડૂતોની ઓછી ઘરાકી છે. પણ વરસાદ થતા઼ ઘરાકી ખૂલશે તેવી આશા છે. >દિલીપભાઇ પટેલ,વિક્રેતા

વધુ એક આફત

જિલ્લાભરના ખેડૂતોની એક વાત : સરકાર એક હાથે આપી બીજા હાથે લઇ લે છે

પંચમહાલ જિલ્લામાં વરસાદ જામતાં 1.6 લાખ હેક્ટરમાં પાકનું વાવેતર કરાયું

યુરિયા ખાતરની જરૂરિયાત ઉભી થનાર છે

^વરસાદનીમૌસમ જામી રહી છે. ભાવ વધારા અંગે કોઇ અધિકૃત જાણકારી નથી પણ 1 લાખ ઉપરાંત હેક્ટરમાં વાવેતર થયા બાદ આગામી 10થી 15 દિવસમાં યુરિયાની જરૂિરયાત ઉભી થનાર છે. ત્યારે ખેડૂતો ઉત્સાહભેર મહેનત કરે તે જરૂરી છે. >એમ.એસ. ડાભી,ના.જીલ્લાખેતીવાડી અધિકારી

અન્ય સમાચારો પણ છે...