Home » Madhya Gujarat » Panchmahal » Godhra » પંચમહાલમાં ડાંગર સહિત અન્ય પાકો વરસાદના અભાવે નિષ્ફળતાના આરે

પંચમહાલમાં ડાંગર સહિત અન્ય પાકો વરસાદના અભાવે નિષ્ફળતાના આરે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:55 AM

ડાંગરને બચાવવા પાનમ કેનાલમાંથી 725 ક્યુસેક પાણી છોડાયું : કેનાલ આધારિત ગામોના પાકને જીવનદાન

  • પંચમહાલમાં ડાંગર સહિત અન્ય પાકો વરસાદના અભાવે નિષ્ફળતાના આરે
    પંચમહાલના ખેડૂતો મેઘરાજાના પલાયન થી ચિંતામાં ગરકાવ થયા છે છેલ્લા ઘણા દિવસો થી વરસાદે દેખા નહિ દેતા ખેડૂતોના ઉભા પાકો નિષ્ફળ જવાને આરે આવ્યા છે. ત્યારે પનામ કેનાલ પર નિર્ભર રહેતા ડાંગરના પાકને બચાવવા માટે પાનમ ડેમમાંથી 725 કયુસેક પાણી છોડયું છે. ત્યારે જિલ્લામાં મોટા ભાગે વરસાદ પર નિર્ભર રહેતી ડાંગર,મકાઇ,બાજરી,મઠ,અડદ અને શાકભાજી જેવા પાકો નિષ્ફળ જવાની અણી પર છે.

    પંચમહાલ જિલ્લામાં મોટા ભાગની ખેતી વરસાદના પાક પર નિર્ભર છે. વરસાદ ની આગાહી ને લઈ જિલ્લાના ખેડૂતો ને સારી ખેતી થવા ની આશા બંધાઈ હતી જેને લઇ જિલ્લા માં વિવિધ પાકોનું ખેડૂતો દ્વારા મોંઘાદાટ બિયારણ લાવી વાવેતર કરી દેવામાં આવ્યું હતું.પંચમહાલમાં અંદાજિત 1 લાખ 71 હજાર હેકટર જમીન પર ચોમાસાના

    ...અનુ. પાન. નં. 2

    ઊભો પાક બળવા લાગ્યો છે

    વરસાદની શરૂઆત સારી થતાં અમોએ જમીનમાં ડાંગરની વાવણી કરી હતી પરંતું વાવણી બાદ વરસાદ ખેંચાતા ડાંગરનો પાક પાણીના અભાવે બળવા અને સુકાવા લાગતાં આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કાન્તીભાઇ રયજીભાઇ નાયક , શહેરા તાલુકા

    વરસાદ ન આવે તો પાકને નુકસાન થશે

    હાલ વરસાદ છેલ્લા કેટલાક દિવસથી આવતો નથી પણ જમીન ભીનાશવાળી હોવાથી પાકને હાલ નુકસાન તો નહિ થાય જો અઠવાડીયામાં વરસાદ નહિ આવે તો ડાંગર સહીત અન્ય પાકો ને નુકસાન જવાની શરૂઆત થશે. જે.ડી.ચારેલ,ખેતીવાડી અધીકારી

    ભીનાશવાળી જમીનના લીધે પાકને લાભ

    વરસાદ ખેચાતાં કેનાલ સિવાયની ખેતી ડાંગર તેમજ મગફળી સાથે અન્ય પાકોની જમીન હાલ ભીનાશ વાળી હોવાથી મહદઅંશે પાકને લાભ થશે પણ ઢાળવાળી જમીન પરનો પાક હાલ નિષ્ફળ થઇ રહ્યો છે. ડાંગરમાં પાણીની વધારે જરુરીયાત હોવાથી વરસાદ ન પડતાં સૌથી વધુ અસર ડાંગરના પાકને થઇ છે.

    ઉભા પાકને જીવતદાન મળશે

    વરસાદ ખેચાતાં સિંચાઇ વિસ્તારના ઉભા પાકને નુકસાનીથી બચાવવા માટે પાનમ સત્તાધીશોએ ડેમમાંથી સિચાઇ માટે કેનાલ વિસ્તારમા 725 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. કેનાલ આધારીત પંચમહાલ અને વડોદરાના 100 ગામોના ડાંગર સહીત અન્ય પાકોને જીવતદાન મળશે.

    પાકોનું વાવેતર

    ડાંગર
    47609 હે.

    બાજરી 515 હે.

    મકાઈ 59589 હે.

    તુવર 17852 હે.

    કપાસ 11837 હે.

    શાકભાજી 5607 હે.

    ઘાસચારો 10759 હે.

    સોયાબીન 2557 હે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ