Home » Madhya Gujarat » Panchmahal » Godhra » આદિવાસી પટ્ટામાં વધુ 50 વીજસબ સ્ટેશન સ્થપાશે

આદિવાસી પટ્ટામાં વધુ 50 વીજસબ સ્ટેશન સ્થપાશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:55 AM

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગ નિમિતે ઊર્જા મંત્રીની મોરામાં જાહેરાત આદિવાસી વિસ્તારના 500 જેટલા...

  • આદિવાસી પટ્ટામાં વધુ 50 વીજસબ સ્ટેશન સ્થપાશે
    અંબાજી થી ઉમંરગામ સુધીના આદિવાસીપટ્ટામાં 100થી વધારીને 150 વીજ સબસ્ટેશન નાખવામાં આવશે તેમજ આ વિસ્તારના 500 આદિવાસી ખેડૂતના ખેતરોમાં સોલાર પેનલ નખાશે. એમ આંતરરાષ્ટ્રિય આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે પંચમહાલના મોરા ખાતે રાજયના ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું. તેમને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પણ આપી હતી. અંગ્રેજોને ધૂળ ચાટતા કરનાર આદિવાસીઓનો માનગઢ આજે સાક્ષી ભરી રહ્યો છે તેમ પણ કહ્યું હતું. સમગ્ર જિલ્લામાંથી ૫૦૦૦ થી વધુ આદિવાસીઓ એકત્રિત થઇ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી.

    ઉર્જા મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષમાં રાજ્યભરમાં નવા ૧૦૦ વીજ સબ સ્ટેશનનો લક્ષ્યાંક હતો જેને વધારીને ૧૫૦ કરવામાં આવ્યો છે. વધારાના ૫૦ નવા વીજ સબ સ્ટેશનો અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં સ્થપાશે. જેના કારણે આ વિસ્તારમાં ટ્રીપીંગની સમસ્યા હલ થશે. તેમજ એક પણ આદિવાસી ખેડૂત હવે વીજ જોડાણથી વંચિત રહેશે નહિ.

    સૂર્ય શક્તિથી વિજળી મેળવવાની સ્કાય યોજના વિશે માહિતી આપતાં મંત્રી પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારના ૫૦૦ ખેડૂતોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ખેતરોમાં સોલાર પેનલ અપાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજ્યના ૧૫ લાખ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવાશે. રાજ્ય પોલીસ આવાસ નિગમના ચેરમેન ડી.ડી. પટેલે આદિવાસી સમાજની નીતિઓ અને યોજનાઓની જાણકારી તેમના પ્રાસંગિક ઉદબોધનમાં આપી હતી. આ પ્રસંગના સમારોહનું શાબ્દિક સ્વાગત જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે કર્યું હતું. સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટ, શ્રીમતી સુમનબેન ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ, પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ, નાયબ વનસંરક્ષક અશુંમાન શર્મા , અશ્વિનભાઇ પટેલ, મોરવા (હ) ના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, મોરવા (હ) ના તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, આદિવાસી અગ્રણીવિક્રમસિંહ ડીંડોર, સરપંચો ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ