આદિવાસી પ્રજાએ વિશ્વને કુદરતી ખજાનાનો વારસો આપ્યો છે

આદિવાસી પ્રજાએ વિશ્વને કુદરતી ખજાનાનો વારસો આપ્યો છે

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:55 AM IST

ગોધરાના સાંપા રોડ ઉપર સંતકૈવલ મંદીર પાસેના ખુલ્લા મેદાનમાં આદિવાસી દિવસે આદિવાસી સમેંલન યોજાયું હતું. સમેંલનમાં ગોધરાના એ ડીવીઝન પીઆઇ,સંચપંચો, તાલુકા પંચાયતના સભ્યોસહીત આદિવાસી ભાઇઓ તથા બહેનો ઉપસ્થીત રહીને આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. સમેંલનમાં આદિવાસીઓએ વિછશ્વને કુદરતી ખજાનાનો વારસો આપ્યો હોવાનો અને શિક્ષણક્ષેત્રે, નોકરીક્ષેત્રે સહીત અન્ય ક્ષેત્રોમાં આદિવાસી સમાજ આગળ છ.

સમેંલનમા 42ગામના આદિવાસી સમાજના ફાઉન્ડેશનના પ્રમુખ દેવજીભાઇ ડામોરે જણાવ્યું હતું કે જગલ તથા જમીન સાથે આદિવસી સમાજ જોડાયેલો છે.તેમને તેઓના હક્ક મળવા જોઇએ જો હક્ક નહિ મળે તો જવાબ આપતના પણ ખચકાશે નહિ તેમ જણાવ્યું હતું. જયારે સમેંલનમાં કડાણા, પાનમ, કબુતરી વગેરે ડેમોના વિસ્થાપિતને ન્યાય આપો અને આદિવાસી બચાવો ,સસ્કૃતિ બચાવો ના નારા સાથે સાંપા રોડ ઉપરથી આદિવસી સમાજ આદિવસી પહેરવેશ સાથે ઢોલ નગારા અને તીરકામંડા સાથે નીકળ્યા હતા. બસ સ્ટેન્ડ પાસે વિશ્વહિન્દુ પરીષદ દ્વારા રેલીનું સ્વાગત કર્યુ઼ હતું.આ ઉજવણીમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઇઓ અને બહેનો જોડાયા હતા.

X
આદિવાસી પ્રજાએ વિશ્વને કુદરતી ખજાનાનો વારસો આપ્યો છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી