• Home
  • Madhya Gujarat
  • Panchmahal
  • Godhra
  • શહેરા-મોરવા(હ) તા.ની 22 લીઝોે ખાણ- ખનીજ વિભાગ દ્વારા બંધ કરવા આદેશ

શહેરા-મોરવા(હ) તા.ની 22 લીઝોે ખાણ- ખનીજ વિભાગ દ્વારા બંધ કરવા આદેશ

હોડી દ્વારા ખનન થતાની રજૂઆતને પગલે ખાણખનીજ વિભાગે ચેકિંગ હાથ ધર્યુ પાનમ નદીની પાણીની સપાટી વધતાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:55 AM
શહેરા-મોરવા(હ) તા.ની 22 લીઝોે ખાણ- ખનીજ વિભાગ દ્વારા બંધ કરવા આદેશ
પંચમહાલના શહેરા તથા મોરવા(હ) તાલુકાની પાનમ નદીમાં ઉપરવાસમાં વરસાદ પડતાં નદીની સપાટી માં વધારો થતાં નદીના પટમાં આવેલી શહેરા અને મોરવા(હ) તાલુકાની કુલ 22 લીઝને ખાણખનીજ વિભાગે કામચલાઉ ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

શહેરા અને મોરવા(હ) ના વિસ્તારોમાંથી પસાર થતી પાનમ નદી ના પટ ઉપર ખાણખનીજ વિભાગે લીઝો આપેલ છે. હાલ ચોમાસુ઼ અને ઉપરવાસમાં સારો વરસાદ પડવાથી પાનમ નદીની સપાટીમાં વધારો થયો હતો.જેથી નદીના પટમાં આવેલી લીઝોમાં નદીસના પાણી ધરાઇ ગયા હતા.

જેથી લીઝ ધારક બોટ દ્વારા ખનન કરતાં હોવાની ફરીયાદો અને ખનન કરતી વખતે કોઇ દુર્ધટનાના બને તે માટે ખાણખનીજ વીભાગે શહેરા તાલુકા અને મોરવા(હ) તાલુકાની પાનમ નદીના પટમાં આવેલી કુલ 22 લીઝ બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

તેમજ આ લીઝોમાંથી સાદીરેતી ધરીને જતાં ઉડતી ડસ્ટ અને પ્રદુષણના લીધે લોકો નાસ્વાસ્થને નુકસાન થતુ઼ હોવાની પણ ફરીયાદો ખાણખનીજ વિભાગને મળી હતી. જેથી ખાણખનીજ વિભાગે કામચલાઉ ધોરણે લીઝો બંધ કરાવીને પાણીની સપાટી ધટે બાદ માપણી બાદ ચાલુ કરવામાં આવશે તેમ ખાણખનીજ વિભાગે જણાવ્યું હતું.

પાનમ નદીના પટની 22 લીઝો બંધ કરવા આદેશ

બોરીયાળી
7 લીઝ

મેખર 2 લીઝ

નાડા 6 લીઝ

કેલોદ 6 લીઝ

બામણા 1 લીઝ

નવેસરથી માપણી કરી લીઝો ચાલુ કરાશે

શહેરા તથા મોરવા(હ) તાલુકામાંથી પસાર થતી પાનમ નદીમાં પાણીની સપાટી વધતાં બંધ કરાયેલી લીઝ પાણી ઉતર્યા બાદ નવેસરથી માપણી કરીને લીઝ ચાલુ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.એમ.એન.શેખ

X
શહેરા-મોરવા(હ) તા.ની 22 લીઝોે ખાણ- ખનીજ વિભાગ દ્વારા બંધ કરવા આદેશ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App