દિકરીનો જન્મ થતાં પરીણીતાને ત્રાસ આપતાં પોલીસ ફરિયાદ

5 લાખનું દહેજ લાવ તો જ ધરમાં રહેવા દઇશું પતિ તથા સાસરીયા વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોધાવી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:55 AM
દિકરીનો જન્મ થતાં પરીણીતાને ત્રાસ આપતાં પોલીસ ફરિયાદ
ગોધરામાં અંજુમન દવાખાના પાસે રહેતી પરણીતાને દીકરીનો જનમ તારં તેના પતિ તથા સાસરીયાઓ ત્રાસ આપીને પરણીતા પાસે દહેજની માંગણી કરતાં પરણીતાએ ગોધરાના મહિલા પોલીસ મથકમાં તેના પતિ તથા સાસરીયા વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોધાવી હતી.

ગોધરાની મીઠી ખાન મહો્લ્લામાં રહેતી સાદીયા તૌસીફ હનીફના લગ્ન ગોધરાના તૌસીફ હનીફ હસન સાથે થયા હતા. લગ્ન જીવનમાં તેનો પતિ દિકરા આવે તેવી ચાહના રાખતો હતો. પરંતુ઼ સાદીયાને દીકરીને જન્મ આપયો હતો.

જેથી તેનો પતિ તથા સાસુ ફરજાના, નંણદ સમીમ તથા માસી સાસુ નસીમનાઓ સાદીયાને શારીરિક અને માનસીક ત્રાસ આપતાં હતા.અને અમારે ધંધામાં માટે પૈસાની જરૂર હોવા છતાં તું દહેજમાં તારા પિતાના ધરેથી 5 લાખ રૂપિયા પણ લાવી નથી તથા 5 લાખનું દહેજ લાવ તો જ ધરમાં રહેવા દઇશું તેમ કહીને મારઝુડ કરીને મારી નાખવાની ઘમકી આપતાં સાદીયાએ ગોધરાના મહિલા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરીયાદ નોધાવી હતી.

X
દિકરીનો જન્મ થતાં પરીણીતાને ત્રાસ આપતાં પોલીસ ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App