તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • દાહોદ શહેર ગૌશાળા બન્યું, 900 ઢોરોનો રોડ ઉપર અડિંગો જામ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ શહેર ગૌશાળા બન્યું, 900 ઢોરોનો રોડ ઉપર અડિંગો જામ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદશહેરના રાજમાર્ગો સહિત સોસાયટીઓમાં દરરોજ મોટી અંદાજે 900 જેટલાં ભુખ્યા તરસ્યા ઢોરો રખડી રહ્યા છે. શહેરના રસ્તામાં પડાવ નાંખીને પોતાનું રહેઠાણ બનાવી ચુકેલા પશુઓના કારણે રોજીંદી અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે. માર્ગો પર તકરાર કરતા પશુઓથી રાહદારીઓ અને વાહનોથી પશુઓ ઈજાગ્રસ્ત બનવાની ઘટના બની રહી હોવા છતાં પાલિકા દ્વારા નક્કર પગલા ભરવામાં આવતા નથી.

દાહોદ શહેરના ગોધરારોડ,ગોદી રોડ, સ્ટેશન રોડ,ચાકલીયા રોડ, એમમ.જી. રોડ, પડાવ રોડ સહિત જુદાં જુદાં રહેણાક વિસ્તારમાં આશરે 900 જેટલા પશુઓ ભુખ અને તરસ છીપાવવા માટે રખડતા જોવા મળી રહ્યા છે.રખડતા પશુઓને કારણે ટ્રાફીક સમસ્યા સર્જાય છે. રખડતા પશુઓ બાખડવાના કારણે વાહન ચાલકો, રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. રસ્તા પર આરામ કરતા ઢોરોના કારણે રાત્રે પણ અકસ્માત ...અનુસંધાન પાના નં.2

સર્જાઈ રહ્યા છે. શહેરના કેટલાક પશુ પાલકો દૂધાળા ઢોરને ઘરે દૂધ ધોહવા માટે ઘરે રાખતા હોય છે પશુ દૂધ આપવાનું બંધ કરતા તેને પાછા રસ્તા પર રામ ભરોસે છોડી મુકાય છે. દાહોદ પાલિકાનો રખડતા ઢોર પુરવાનો ડબ્બો પણ પાલિકામાં ખોવાઈ જવા પામ્યો છે. રખડતા ઢોરોની સમસ્યામાંથી શહેરીજનોને મુક્તિ આપાવવા માટે પાલિકાએ કોઈ આયોજન કરાયું નથી.પાલિકાની ઢીલી નિતીના કારણે નાગરિકો પરેશાનીનો બોગ બની રહ્યા છે.

આયોજનકરીશુ

^રસ્તામાંરખડતા ઢોર વિકટ સમસ્યા હોવા છતાં પાલિકા પાસે પશુઓ મુકવાની કોઈ જગ્યા નથી. રખડતા પશુની સમસ્યાના નિકાલ માટે આયોજન કરવાનું વિચારી રહ્યા છે.>સયુંક્તાબેન મોદી,પ્રમુખ,દાહોદ નગરપાલિકા.

15થી 20 દિવસે ઢોરો બદલાઈ જાય છે

^શહેરનારસ્તા પર રખડી 1200 જેટલા પશુઓથી લોકોને હેરાન થઈ રહ્યા છે. શહેરમાં મોટા ભાગના પશુઓ ઓઈલ કે કેમીકલથી નામ લખેલા પશુઓ ફરે છે. મોટાભાગના પશુઓ 15થી 20 દીવસમાં બદલાઈ જતા હોય છે. દર મહિને નવા પશુઓ જોવા મળે છે. રખડતા પશુઓની સમસ્યાનું પાલિકાએ નિવારણ કરવુ જોઈએ.>કૃષ્ણકાંત કલાલ,ગૌરક્ષક,દાહોદ.

ટ્રાફિકસમસ્યા હળવી થાય

^પોલીસનુંકામ કાયદો અને સુરક્ષા જાળવવાનું છે. પાલિકા રખડતા ઢોરો પકડવાનું અભિયાન ચલાવે ત્યારે તેમને સુરક્ષા પુરી પાડવા માટે અમે તૈયાર છીએ. રખડતા પશુઓ રસ્તા પર ફરતા બંધ થાય તો ટ્રાફીક સમસ્યા હળવી થશે.>એમ.જી ડામોર,પી.આઈ.,દાહોદશહેર પોલીસ સ્ટેશન.

વાહનચાલકો પરેશાન : શહેરમાં અકસ્માતોની વધતી સંખ્યામાં ઢોર પણ કારણભુત

દાહોદ નગરપાલિકા પાસે ઢોર ડબ્બો હોવાથી સર્જાયેલી સમસ્યા

દાહોદમાં રસ્તા વચ્ચે અડિંગો જમાવીને બેઠેલા પશુઓ તસવીરમાં નજરે પડે છે. તસવીરસંતોષ જૈન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો