તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ સ્પર્ધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ સ્પર્ધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાનીસાવલીવાડ સ્થિત નવરચના સ્કુલમાં રાષ્ટીય બાળ વિજ્ઞાન પરિષદના પંચમહાલ જિલ્લાનાં બાળ વૈજ્ઞાનિકોના સિલેકશન માટે પંચમહાલ જીલ્લા કક્ષાની પ્રકલ્પ (પ્રોજેક્ટ રિસર્ચ) સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 250 જેટલી ટીમોના 750 જેટલા બાળ વૈજ્ઞાનિકો નોંધાયા હતા. જીલ્લા કક્ષાની સ્પર્ધામાં 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેઓને પ્રોત્સાહિત કરવા 300 જેટલા વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શક વિજ્ઞાન શિક્ષકો હાજર રહ્યા હતા.

રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ 2016-17નું આયોજન સમગ્ર ભારત દેશ બાળકોમાં વિજ્ઞાનનો મર્મ અને સંદેશ પહોચે તે માટે કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા કર્યું છે. અવિરત વિકાસ માટે વિજ્ઞાન એક્નોલોજી અને ઇનોવેશનના મુખ્ય વિષય સાથે સાત પેટા વિષયો ચાલુ વર્ષની NCSC રિસર્ચ સ્પર્ધા માટે આપવામાં આવ્યા છે. આગામી મહિનામાં ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ગુજકોસ્ટ દ્વારા ગુજરાત રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન થનાર છે. જે માટે પંચમહાલનું પ્રતિનિધિત્વ કરવા માટે જિલ્લાનાં ઉત્તમ બાળ વૈજ્ઞાનિકો પસંદ કરવા માટે તારીખ 10ના રોજ નવરચના સ્કુલ ગોધરા ખાતે પંચમહાલના જીલ્લા કક્ષાની સ્પર્ધા રાખી હતી. લોક વિજ્ઞાન કેન્દ્રના કાર્યકારી પ્રમુખ ડો. સુજાત વલી અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ છાત્રોએ સંસોધન પાછળ રિસર્ચ પેપર તૈયાર કાર્ય હતા. બાળ વૈજ્ઞાનિકોએ નિર્ણાયકોની સામે પ્રકલ્પોની લેખિત-મૌખિત પ્રસ્તુતિ કરી હતી.

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં 200 છાત્રોએ ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો