તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરાની શહેરી સત્તામંડળની બેઠક મળતા બાંધકામ અરજીઓનો ભરાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરાની શહેરી સત્તામંડળની બેઠક મળતા બાંધકામ અરજીઓનો ભરાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાચાર માસથી નગર નિયોજન અને પ્રાંત સમિતિની શહેરી સત્તામંડળની બેઠક નહી મળતા ગોધરાના 200 ઉપરાતં ની બાંધકામ અરજીઓનો ભરાવો થયો છે. મંજૂરી વિના ઠેરઠેર બાંધકામ અટવાઇ પડતા માલિકો ચાતર નજરે રાહ જોઇ રહ્યા છે. અને પાલિકામાં આટાફેરા મારવાનો વારો આવતા નારાજગી છવાઇ છે. જોકે દર માસે 10થી 15 જેટલી નવી અરજી નો઼ધાય છે.

હરકોઇ મનપસ઼દ મુજબનુ ઘરનુ ઘર બનાવા ઇચ્છે છે. ત્યારે હાલ તેજી વચ્ચે દિનપ્રતિદિન ગોધરા શહેરના ચારેકોર વિકાસા નામે કોકરેટના જંગલ ઉભા થઇ રહ્યા છે. એક તરફ પયાપ્ત જમીન ઉપલબ્ધ રહેતા એનએ અને બાંધકામની મંજૂરી ઘણી અટપટી બનતી જાય છે. બીજી તરફ જમીનના ભાવ પણ આસમાને જઇ રહ્યા છે. આથી મકાનઇચ્છતા માલિકોને સમયસર પોતાનુ ઘરનુ ઘરનુ બનાવવાનુ સ્વપ્ન રોળાઇ જાય છે. શહેરી સત્તમંડળ દ્રારા નગરમાં બાંધકામની મંજૂરી આપવામાં આવે છે.અને પ્રાંત અધિકારી તેમજ નગરનિયોજક દ્રારા મંજૂરી આપવામાં આવે છે. અને વખતો વખત બેઠક મળતી હોય છે. ત્યારે છેલ્લછા ચાર માસથી બેઠક નહી યોજાતા બાંધકામની ફાઇલના થપ્પ વાગતા જાય છે.

એક અંદાજ પ્રમાણે 200 જેટલી પ્રકરણને મંજૂરી આપતી નથી. અરજીઓના ભરવાને લીધે મકાન માલિકોમાં નારાજગી છવાઇ છે. બાંધકામની મંજૂરી માટેનની પ્રક્રિયા ઘણી મુશ્કલરુપ જણાય છે. નક્કી કરાયેલા કડક નિયમોના કારણે મહિનાઓનો પણ વિલંબ થતા રોજેરોજ પાલિકા વિસ્તારમા આંટાફેરા કરવા પડે છે. અને પ્રશ્ર અઘરી પ્રક્રિયામાંથી પસાર થવુ પડયુ છે. એક તરફ દિવસોથી વિલંબ સર્જાતા માલીલકો પણ પ્રતિક્ષા કરી રહ્યા છે. રોજે રોજ બાંધકામની સામગ્રી મોંઘી થઇ રહી છે.

જેની ચિંતા રહે છે. કોઇને કોઇ પ્રશ્ર કા઼ઢીને ફાઇલને મંજૂરી અપાતી નથી અને બિલ્ડર્સની ફાઇલો ગણતરીના દિવસોમાં મંજૂરી આપીને વહલાદવલાની નિતિ અપનાવાઇ હોવાના પણ આક્ષેપ અરજદારો કરી રહ્યા છે. માંગાય મુજબના દસ્તાવેજો રજૂ કરવા છતાં દિવસોથી પડતર રહેલી બાધકામની પરમીશન અપાય તેવી માંગ ઉઠી છે. અને વહેલીતકે બેઠકનુ આયોજન હાથ ધરાય તો મંજૂરી સાથે પોતે બાંધકામ કરી શકે.

પાલિકામાં આટાફેરા મારવાનો વારો આવતા નારાજગી છવાઇ છે

માગ્યા મુજબના કાગળ હોય તો પેન્ડીગ રહે

^જેમજેમ આવતી અરજીઓના નિકાલ માટે સમાંતરે સત્તામંડળની બેઠક મળતી હોય છે. અને નિયમપ્રમાણે મંજૂરી અપાતી હોય છે. જો માગ્યા મુજબના કાગળ હોય તો પેન્ડીગ રહેતી હોય છે. વ્યક્તિગત માલિકોને વધુ ફાયદો થાય તેવી પરિપત્ર મળ્યો નથી. > દિનેશચંદ્રકામોલ, ડે.ઇજનેરનગર પાલિકા

ફાયદારુપનીતિ જાહેર કરાઇ છે

તાજેતરમાંશહેરી વિસ્તારમા એકાએક ફાયદારુપ નીતિ જાહેર કરાઇ છે. જેમાં બિનખેતીની મંજૂરી નાબૂદ કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રોપર્ટી કાર્ડ આપીને સત્તામંડળોમાં જવાનુ રહેશે.સાથે સાથે વ્યક્તિગત મકાના કિસ્સામાં 125 ચોરસ મીટર સુધીનુ બાંધકામ કરવા માટે માલિકે પહેલી જેવા અઘરી પ્રક્રિયામાંથી પસાર નહી થવુ પડે.

બાંધકામ અટવાઇ પડતા માલિકો ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો