તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રીજીનું વિસર્જન કૃત્રિમ કુંડ બનાવીને કરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદમાં પાલિકા દ્વારા કૃત્રિમ કુંડની વ્યવસ્થા નથી કરાઇ

દાહોદશહેરમાં હાલમાં ગણેશ મહોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી થઇ રહી છે. ૧૫ મી સપ્ટેમ્બરે મહાવિસર્જન નિમિત્તે છાબતળાવમાં ગણેશજીની મૂર્તિના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, પાલિકાએ એક અત્યાર સુધી કુત્રિમ કુંડની વ્યવસ્થા નહીં કરતાં તમામ પ્રતિમા છાબ તળાવમાં વિસર્જીત થશે તેમ જોવાઇ રહ્યું છે.

આખા મધ્ય ગુજરાતમાં નગર પાલિકાઓ દ્વારા શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે કુત્રિમ કુંડ બનાવાયા છે. ગોધરા પાલિકાએ બનાવેલા કુત્રિમ કુંડમાં 200થી વધુ પ્રતિમાઓનું વિસર્જન થયું હતું. દાહોદ શહેરમાં 15મી તારીખે વિસર્જન થવાનું છે ત્યારે દાહોદ પાલિકા દ્વારા અત્યાર સુધી કુત્રિમ કુંડ બનાવવાની કોઇ વ્યવસ્થા કરાઇ નથી. પીઓપીની મૂર્તિના વિસર્જનથી જળ પ્રદુષણ થતું હોવાને કારણે નગર વિવિધ પાલિકાઓ દ્વારા વ્યવસ્થા કરાઇ હતી ત્યારે દાહોદ પાલિકાએ ઇકો ફ્રેન્ડલી કે પીઓપીની પ્રતિમાના વિસર્જન માટે કુત્રિમ કુંડની કોઇ વ્યવસ્થા નહીં કરાતાં અચરજ ફેલાયું છે.

આવતાં વર્ષે કાયમી કુંડ બનાવીશું

^દરવર્ષની જેમ વર્ષે પણ છાબ તળાવમાં તમામ મૂર્તિઓનું પરંપરાગત રીતે વિસર્જન થશે. સમય ટુંકો છે માટે થઇ શક્યું નથી. આવતા વર્ષે કાયમી કુત્રિમ કુંડ બનાવવાનું આયોજન છે. >પી.જી રાયચંદાની,ચીફઓફિસર, દા.ન.પા

કૃત્રિમ કુડના અભાવે તમામ મૂર્તિઓ છાબ તળાવમાં વિસર્જીત થશે

કુદરતના અનમોલ વારસાનું જતન કરીયે તે જરૂરી

ભરૂચ-અંકલેશ્વર અને ગોધરા પાલિકા જાગૃત ... પણ

}નાની પ્રતિમાં ઘરમાં અને મોટી પ્રતિમાઓને કુંડમાં વિસર્જિત કરવા પર્યાવરણનું જતન કરવા હાકલ

}પીઓપી અને કેમિકલથી નદીઓ અને તળાવના પાણીને પ્રદુષિત થતી અટકાવવા સંસ્થાઓની અપીલ

ગ્લોબલ વોર્મિંગથી પર્યાવરણને ખતરો

^ગ્લોબલવોર્મિંગને કારણે પર્યાવરણને ખતરો છે. ગણેશોત્સવમાં પણ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓના સ્થાપન અને તેના વિસર્જન પણ કુદરતી જળાશયોને બદલે કૃત્રિમ જળાશયોમાં કરવા જોઇએ અને માટીનો પણ સદઉપયોગ કરવો જોઇએ. >દીલીપભાઇ મહેતા,ઉપપ્રમુખ, લાયન્સ ક્લબ, દાહોદ

પ્રકૃતિ અને જળ સંરક્ષણ જરૂરી

^પ્રકૃતિઅને જળ સંરક્ષણ માટે ગણપતિની માટીની મૂર્તિ બનાવવી જોઇએ. કુત્રિમ કુંડ બનાવીને તેમાં વિસર્જન કરાય તે જરૂરી છે. પર્યાવરણની રક્ષા માટે પીઓપીની મૂર્તિ મોટી મૂર્તિ હોય તો સારૂ. >ધર્મેન્દ્રભાઇ (બબલુ)ખત્રી,પ્રમુખ, પ્રકૃતિમિત્ર મંડળ,દાહોદ

કુદરતના અનમોલ વારસાનું જતન કરીયે

^જળપ્રદુષણ થતું અટકાવવા માટે નાના કદની મનોરમ્ય મૂર્તિ બનાવી હર્ષોઉલ્લાસ સાથે તેનું વિસર્જન કરીએ. ગણપતિજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ થાય અને તેનું ઘરે કે કુત્રિમ કુંડમાં વિસર્જન કરી કુદરતના અનમોલ વારસાનું જતન કરીયે. >કનુભાઇ શાહ,મંત્રી,દા.અ.મ.એજ્યુ.સોસા.દાહોદ

બે દિવસથી માટેનો પ્રચાર કરી રહ્યો છુ

^પીઓપીઅને કેમિકલને કારણે તળાવ અને નદીઓનું જળ પ્રદુષિત થાય છે. ત્યારે જળ પ્રદુષણ ઓછુ કરવા માટે ગણપતિની પ્રતિમા પોતાના ઘરે કુંડામાં કે પછી કુત્રિમ કુંડ બનાવીને કરવામાં આવે તે જરૂરી છે. બે દિવસથી માટેનો પ્રચાર કરી રહ્યો છું. >ભરતભાઇ શ્રીમાળી,મંત્રી,આદિવાસીયુવક સેવા સંઘ,ઝાલોદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો