બીજા દિને ધો. 1માં 491ના નામાંકન કરાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારેગોધરા સહિતના શહેરી વિસ્તારમાં શહેરી પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી દરમ્યાન હાલોલ, કાલોલ,ગોધરા,શહેરા વિસ્તારમાં દિનભર ફળવાયેલા રુટ મુજબ વિવિધ શાળાઓમાં મહાનુભાવોના હસ્તે બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો દરમ્યાન ઉત્સાહભેર વાલીઓ પણ હાજર રહ્યા હતા અને બીજા દિને રુા.59 હજારનુ દાન પ્રાપ્ત થયુ હતુ.

માત્ર 28 જેટલી મુલાકાત પામેલી પ્રાથમિક શાળામાં ધો-1માં 266 કુમાર, 225 કન્યા મળીને કુલ 491 વિધ્યાર્થીઓને નામાંકન દાખલ કરાયુ હતુ તેવી રીતે 73 કુમાર અને 77 કન્યા મળી કુલ 150 નાના ભુલકાઓએ આંગણવાડી (બાલમંદિર)માં પ્રવેશ મેળવ્યો હતો. હાલોલમાં 53 કુમાર 38 કન્યા, ગોધરામાં 80 કુમાર 78 કન્યા, અને શહેરા તાલુકામાં 82 કુમાર 91 કન્યા છે. કાલોલમાં 51 કુમાર 18 કન્યા સહિતના વિધાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું હતું. જ્યારે ધો-9માં 790 કુમાર તથા 513 કન્યા મળીને 1303 નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...