ગોધરામાં112 કિલો કેરી અને રસનો નાશ કરાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવેઉનાળાની ઋતુ પૂર્ણાતને આરે છે. તેવા સમયે ગોધરાના જહુરપૂરા, કોલેજ રોડ,ભૂરાવાવ સહિતના વિસ્તારમાં પાલિકાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા પાડીને કાર્બોઇડથી પકવેલ અંદાજીત 70 કિલો કેરી તથા 42 કિલો રસ -ચાસણીનો 112 કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

ઉનાળાની શરુઆતથી ગોધરામાં પરપ્રાંતિય વેપારીઓ દ્રારા ઠેરઠેર કેરીના રસની હાટડીઓ શરુ કરેે છે. તંબૂ તાણીને ચાર ચાર માસથી સુધી નિયમોનો ભંગ કરીને સસ્તાદરે રસ પિરસીને લોકોના આરોગ્ય સાથે ચેંડા કરવામા઼ આવી રહ્યાની બૂમ ઉઠી છે. હવે ઉનાળો પૂર્ણતાને આરે છે.ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડતા પ્રજામાં આશ્ચર્ય વ્યાપ્યુ છે. ગત દિને ટીમે જહુરપૂરા, કોલેજ રોડ, ભૂરાવાવ સહિતના વિસ્તારોમાં આવેલા રસ સેન્ટરો ઉપર ચકાસણી હાથ ધરી હતી દરમ્યાન કાર્બોઇડથી પકવેલ અંદાજીત 70 કિલો કેરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જ્યારે 42 કિલો રસ તથા રસમાં મિશ્રિત કરાતા ચાસણી મળી આવતા 112 કિલો જથ્થોનો નાશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...