તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા રેડ ક્રોસ સોસા.ને બ્લડ ડોનર વાનની ફાળવણી કરાઇ

ગોધરા રેડ ક્રોસ સોસા.ને બ્લડ ડોનર વાનની ફાળવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જીલ્લામાં ગોધરા ખાતે આવેલી રેડ ક્રોસ સોસાયટી રક્ત પ્રવૃત્તિ કરે છે. ખાસ કરીને આફતના સમયે રક્ત પૂરુ પાડીને દર્દીને જીવતદાન આપે છે. સાથે સાથે સ્વૈચ્છીક રક્ત દાન માટે પ્રોત્સાહિત કરાય છે. તેમ છતાં હાલમાં માંગ પ્રમાણે પુરવઠો ક્યારેક ઓછો હોવાથી છેલ્લી ઘડીએ ગરીબ દર્દીઓને લોહીને અછતનો અનુભવ કરવો પડતો હોય છે. ત્યારે મોટા શહેરોની માફક ગોધરા ખાતે આવેલી રેડ ક્રોસ સોસાયટીને તમામ સુવિધાઓથી સજ્જ રૂા.32 લાખની આધુનિક બ્લડ ડોનર વાન ફળવાતા રેડક્રોસ સોસાયટીનો પરિવાર તથા શહેરીજનો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. જીલ્લામાં દરરોજે માર્ગ અકસ્માતના બનાવો,સગર્ભા મહિલાઓ,ઓપરેશન,કુદરતી આફતો જેવા આકસ્મીક બનતા બનાવો વખતે લોહીની જરૂર પડતી હોય છે. જેના માટે જીલ્લા મથકે રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના કરવામાં આવે છે. જેમા લોકો સ્વચ્છીક રક્ત દાન કરી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે. પરંતુ હાલના સમયમાં જેટલા પ્રમાણમાં લોહીની જરૂરીયાત છે. તેના કરતા ઓછા પ્રમાણમાં રેડ ક્રોસ સોસાયટીમાં લોહીનો જથ્થો ઉપલ્બધ હોય છે. સંસ્થા દ્વારા જાહેરાતો પણ કરતી હોય છે. પરંતુ અમુક સુવિધાના અભાવે સંસ્થા છેવાડા સુધી રક્ત એકત્ર કરવા જઇ શકતી હતી. ગોધરાની રેડ ક્રોસ સોસાયટીને આધુનિક બ્લડ ડોનર વાન ફાળવી છે.

બ્લડ ડોનર વાનમાં ઉપલબ્ધ સુવિધાઓ

ડોનરવાનમાં તમામ પ્રકારની ફેસેલીટી જેવી કે વાનમાં ડોનર ચેર 1, સ્લીડપર ટાઇપ બેડ 2, વેઇટ સ્કેલ,ઓક્સીજન બોટલ,એલ.સી.ડી.ટી.વી., બ્લકડ બેન્ક માટે ફ્રીજ,પેન્ટ્રી વોસબેસીન, સ્લીકરવોટ એ.સી., જનરેટર સેટ તેમજ ફાયર સેફ્ટી બોટલ, પ્રોજેક્ટર સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ હોવાથી કર્મીઓને કોઇ પણ જાતની તકલીફ રહેશે નહી.

રક્તદાનની પ્રવૃત્તિને પ્રોત્સાહન બળ પ્રાપ્ત થશે

તમામ સુવિધાઓથી સજ્જ 32 લાખની વાન ફાળવાઇ

ગોધરા રેડ ક્રોસ સોસાયટીને તમામ સુવિધાઓથી સજ્જ બ્લડ ડોનર વાન ફાળવવામાં આવી છે. હેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...