• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • પંચ.ના બે સ્થળેથી એક લાખ ઉપરાંતના દારુ સાથે બેને ઝડપી પાડતી પોલીસ

પંચ.ના બે સ્થળેથી એક લાખ ઉપરાંતના દારુ સાથે બેને ઝડપી પાડતી પોલીસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાતાલુકાના કલ્યાણાના કિરણ મંગળભાઇ રાઠોડ અને પ્રવિણ ખાતુભાઇ રાઠોડ દ્વારા તેઓના ખેતરમાં દારુનો જથ્થો લાવી વેપાર કરવામાં આવી રહ્યો હોવાની પાકી બાતમી એલસીબી વિભાગને મળી હતી. જેના આધારે એલસીબી પોલીસે તા. 23 જુનના રોજ કલ્યાણા ગામે છાપો મારતા ખેતરમાં સંતાડી રાખેલ વિદેશી દારની નાની મોટી બોટલો નંગ 121 મળી આવી હતી.પોલીસને દેખી બન્ને બુટલેગરો નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે દ્વારા 25600નો મુદ્દામાલ કબજે લઇ બન્ને વિરુધ્ધ પોલીસે ગુનો દાખલ કરી બન્ને ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

બીજા બનાવમાં મોરવા હડફ પોલીસને બાતમી મળી હતી કે દાહોદ તરફથી દારુ ભરીને ઇકો ગાડી ગોધરા તરફ આવનાર છે. મોરવા હડફ પોલીસ મથકના પોસઇ આર ડી ભરવાડ તથા સ્ટાફના કર્મચારીઓ આજરોજ તા. 24 જુનના રોજ નાઇટ પેટ્રોલીંગમાં હતા.વહેલી સવારે બાતમી મુજબની ગાડી આવતા પોલીસે સંતરોડ નજીકના સાલીયા ઓવર બ્રીજ ઉપર રોકી તપાસ કરતા વિદેશી દાુનો જથ્થો 35 પેટી મળી આવ્યો હતો.પોલીસે દારુની ખેપ મારનાર મહેશ સાલમભાઇ ચૌહાણ,પ્રવ્ણ છગનભાઇ સોલંકીની અટક કરી હતી.પોલીસે દવ્કાવા 78000 રુપીયાનો દારુનો જથ્થો તથા બે મોબાઇલ કિમંત 2 હજાર રુપીયા તથા ત્રણ લાખ રુપીયાની ઇકો ગાડી મળી કુલ 3 લાખ 80 હજાર રુપીયાનો મુદ્દામાલ કબજે લઇ બન્ને વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કલ્યાણા ગામેથી બે બુટલેગરો પોલીસને દેખી નાસી જવામાં સફળ રહ્યા

કુલ ચાર લાખ પાંચ હજાર છસ્સોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો