તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચ. જિલ્લામાં 10 દિવસમાં ઓવરલોડ 35 વાહનો ડિટેઇન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જિલ્લામાં પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે રેતી વહન તથા ઓવર લોડ થયેલા વાહનોને પકડવા માટે જિલ્લાં કલેકટરે તાલુકા દીઠ અલગ અલગ ટીમો બનાવીને જિલ્લાંમાં ખનન ચોરી તથા ઓવર લોડીંગ થયેલા વાહનો નેસ્ત નાબુદ કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પંચમહાલ જિલ્લાંમાં ખનન માફીયાઓ બેરોકટોક ખનન ચોરીને ટ્રેકટરો તથા ટ્રકો માં વહન કરીને ચોમાસાના આગમન પૂર્વે હાલમાં બા઼ધકામક્ષેત્રે તેજી આવતા રેતીની માંગ રહેતા શહેરી વિસ્તારમાં હેરાફેરી કરાઇ રહી છે. જિલ્લાં માં ખનન માફીયાઓ ને કાબુમાં લેવા બનાવેલી ટીમોએ જિલ્લામાં હાલોલ, મોરવા(હ), શહેરા, વેજલપુર, કાલોલ, દામાવાવ સહિત ગોધરામાં ચેકીંગ હાથ ધરતાં પાસ પરમીટ વગર ગેરકાયદે રેતીનું વહન કરતાં ટ્રેકટર તથા ઓવર લોડીંગ ટ્રકો તથા ડમ્પરો મળી કુલ 35 જેટલાં વાહનોને ચેકીંગ દરમ્યાન પકડી પાડયા હતા.

નવ નિયુકત જિલ્લા કલેકટર દ્વારા ખનીજ ચોરી અટકાવવા માટે વિવિધ ટીમો બનાવી ગેરકાયદેસર ખનન અટકાવવા માટે આદેશો કરતાં ખાણ ખનીજ વિભાગ ની કામગીરીમાં ડે. કલેકટર તથા મામલતદાર કક્ષાના અધિકારીઓએ કામગીરી બજાવી હતી.

કલેક્ટરની કામગીરી

ઝડપાયેલા વાહનો

}હાલોલ- 3 ટ્રક } મોરવા(હ) 1 ટ્રક , 9 ટ્રેકટર } શહેરા- 5 ટ્રેકટર , 1 ટ્રક } વેજલપુર 3 ટ્રેકટર } કાલોલ - 4 ટ્રેકટર , 1 ટ્રક } ગોધરા- 4 ડમ્પર , 1 ટ્રક } દામાવાવ 5 ટ્રક

કડક કાર્યવાહી કરાશે

^જિલ્લાંકલેકટર ના આદેશ અનુસાર તમામ ઝડપેલા વાહનોને નોટીસ ફટકારીને કડક કાર્યવાહી કરવાની પ્રક્રીયા હાલ ચાલુ છે. >એ.કે.સીંગ,ખાણ ખનીજ વિભાગ, પંચમહાલ

હાલોલ, દામાવાવ,મોરવા(હ), શહેરા, વેજલપુર, ગોધરામાં સપાટો

લાખો રૂપિયાના 35 ટ્રેકટર, ડમ્પર તથા ટ્રક જપ્ત કરવામાં આ‌વ્યા

મોરવા (હ) તાલુકામાંથી ગેરકાયદેસર અને ઓવરલોડેડ રેતીનું વહન કરતા વાહનોને તંત્રએ ઝડપી પાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...