• Gujarati News
  • ગોધરાના પોપટપુરા તથા થાણાગર્જનમાં જાહેરમાં જુગાર રમતાં 14 શખ્સ ઝડપાયા

ગોધરાના પોપટપુરા તથા થાણાગર્જનમાં જાહેરમાં જુગાર રમતાં 14 શખ્સ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાતાલુકાના પોપટપુરા વિસ્તારમાં ચાલતા જુગારધામના અડ્ડા પર એલસીબી પોલીસે દરોડા પાડી જુગાર રમતાં 7 ખેલીઓને ઝડપી પાડ્યા હતા. તેઓની પાસેથી ~63090 રોકડ રકમ, 10 મોટર સાઇકલ તથા એક સ્વીફટ કાર મળી ~5.36 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે સ્થળ પરથી કેટલાક નાસી જવામાં સફળ રહ્યા હતા. બનાવે ભારે ખળભળાટ મચી ગયો હતો. તેમજ તાલુકાના થાણ ગર્જન વિસ્તારમાંથી પણ જુગાર રમતાં 7 ખેલીને ~22 હજાર રોકડા સાથે ઝડપી પાડ્યા હતા.

એલસીબી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોધરા તાલુકાના પોપટપુરા વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે ગત 10 એપ્રિલે એલસીબી સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં નાયક ફળીયામાં ખુલ્લામાં જુગાર રમતા ખેલીઓમાં નાસભાગ મચી ગઇ હતી. કેટલાક લોકો નાસી જવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ ચારે તરફથી કોર્ડન કરી પોલીસે પાડેલા દરોડામાં 7 ખેલીઓ ઝડપાયા હતા.

જેમાં મહમંદ રફીક સત્તાર મીસ્રી (રહે. કૃષ્ણ સીનેમા, ગોધરા), ગોવિંદભાઇ જેઠાનંદ અરોરા (રહે. અંબીકા ટોકીઝ પાસે, ગોધરા), રાજેશ ઉર્ફે જેઠાનંદ પરમાનંદ વાઘવાણી (રહે. ઝુલેલાલ સોસાયટી, ગોધરા), ખુબચંદ ઉર્ફે ટીંડુ તેજુમલ સાધવાણી (રહે. ગણેશનર સોસાયટી, ગોધરા), ઓમપ્રકાશ ઇશ્વરલાલ તારાણી (રહે.ઝુલેલાલ સોસાયટી, ગોધરા), ટહેલરામ લેખરાજ કમનાની (રહે.બહારપુરા, ગોધરા) તથા મુસ્તાક યુસુફ મન્સુરી (રહે.લીમડી ફળીયા, ગોધરા)નો સમાવેશ થાય છે. પોલીસે તમામ ખેલીઓની અંગ ઝડતીમાંથી રોકડા ~57740, દાવ પરના રોકડા ~5350, મોબાઇલ ફોન 7, મોટર સાઇકલ નંગ-10 તથા એક સ્વીફટ કાર મળી પોલીસે ~5.36 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત ગોધરા તાલુકા પોલીસે થાણા ગર્જન વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 7 ખેલીને ઝડપી પાડ્યા હતા. જેમાં ભાવિક પટેલ (રહે. કાછીયાવાડ, ગોધરા), ઇશ્વર ભોઇ (રહે.પાંજરાપોળ, ગોધરા), ધવલ દવે (રહે.વાવડી બુજર્ગ, ગોધરા), નીખીલ રાણા (રહે.ઉત્તમનગર સો., ગોધરા), ધીરજ ભાટી (રહે. વાવડી બુઝર્ગ, ગોધરા), હિમાંશુ પુજાભાઇ પરમાર (રહે. માર્કેટીંગ યાર્ડ,ગોધરા) તથા હીતેન્દ્રસીંહ વિજયસીંહ વીરપુરા (રહે.વાવડી બુઝર્ગ,ગોધરા)નો સમાવેશ થાય છે. તેઓની પાસેથી પોલીસે રોકડા ~22500 કબજે કર્યા હતા. આમ અલગ અલગ સ્થળ પર પોલીસે જુગાર રમતાં 14 ખેલીને ઝડપી પાડી ~85590 રોકડા મળી રૂા.5.58 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગોધરા

જુગારધામ ચલાવનારાઓમાં ખળભળાટ

ગોધરાશહેરમાંછેલ્લા 10 દિવસમાં પોલીસની અલગ અલગ ટીમ દ્વારા જુગારધામ ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેના કારણે જુગારધામ ચલાવનારાઓમાં ખળભળાટ મચી ગયો છે. માત્ર દસ દિવસમાં 7 ઉપરાંત અડ્ડા પર દરોડા પાડી ખેલીઓની ઝડપી પાડવામાં આવી રહ્યા છે.