• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • દાહોદમાં શાંતિ એક્સપ્રેસમાંથી ચોરીના પર્સ સાથે યુવક ઝડપાયો

દાહોદમાં શાંતિ એક્સપ્રેસમાંથી ચોરીના પર્સ સાથે યુવક ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદશહેરના રેલવે સ્ટેશને શાંતિ એક્સપ્રેસમાં ઉત્તરાખંડનો સુખદેવ મંડલ નામક યુવક ગુલાબી રંગના લેડિઝ પર્સ સાથે જોવા મળતાં ગોધરાથી નાગદા વચ્ચે ચાલતી RPFની એસ્કોટિંગ ટીમે પુછપરછ કરતાં સંતોષકારક જવાબ આપ્યા હતાં. તપાસમાં પર્સમાંથી આઇફોન સહિતના બે ફોન, ઇ-ટીકીટ, મુંબઇની કોલેજનું આઇકાર્ડ મળ્યું હતું. પર્સ મુંબઇની યુવતિનું હોવાનું સામે આવતાં આરપીએફે યુવકને જીઆરપીને સોંપતાં તેની સામે ચોરીનો ગુનો દાખલ કર્યો છે. એસ્કોટિંગ ટીમના હેડ કોન્સ્ટેબલ શિવકુમાર શર્મા, રાજેન્દ્રકુમાર ત્રિવેદી અને સુરેન્દ્રકુમાર પાંચોનિયા સહિતના પાંચ આરપીએફ જવાનોને કામગીરી બદલ બીરદાવવામાં આવ્યા હતાં.

મુંબઇની યુવતિના પર્સમાંથી આઇફોન સહિતનો સમાન મળ્યો

યુવકને GRPને સોંપ્યો

^એસ્કોટિંગટીમે ઝડપેલા યુવકને જીઆરપીને સોંપી દેવાતા તેની સામે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જીઆરપીએ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આરપીએફ ટીમે સતર્કતા દાખવતાં ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો.>સતીષકુમાર,આઇપીએફ,દાહોદ

RPFની એસ્કોટિંગ ટીમની સતર્કતાથી ભેદ ઉકેલાયો

અન્ય સમાચારો પણ છે...