તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • બખ્ખર ગામે મકાન તથા ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપ્યો

બખ્ખર ગામે મકાન તથા ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાતાલુકાના બખ્ખર ગામે ગોધરા એલસીબી પોલીસે બુટલેગરના ધરમાં તથા ગાડીમાંથી વિદેશી દારૂ સાથે પકડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ગોધરા તાલુકાના બખ્ખર ગામે બુટલેગર્સ લાખાભાઇ ઝાલાભાઇ પટેલ પોતાના મકાનમાં વિદેશી દારૂ મંગાવીને ખાલી કરવાનો છે. તેવી બાતમી ગોધરા એલસીબી પોઇ ડીજે ચાવડાને મળતા પોલીસે બખ્ખર ગામે રેઇડ કરી હતી. રેઇડ દરમ્યાન લાખાભાઇ ઘરના આંગણમાં ગાડીમાંથી વિદેશી દારૂની પેટીઓ ઉતારતો હતો .તે દરમ્યાન પોલીસેને દેખીને ભાગવા જતાં પોલીસે કોર્ડન કરીને તેને તેના ધર નજીકેથી પકડી પાડયો હતો.પોલીસે તેના ધરમાં તપાસ કરતાં ધરમાં તથા ગાડીમાંથી વિદેશી દારૂની પેટી નં- 11 તેમજ બે થેલા ભરીને કવાટરી નં-328 જેની કુલ કિ.રૂ 46,400 તથા ગાડી સાથે કુલ 1,46,400 રૂ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તેની વિરુદ્દ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીને પુછપરછ કરતાં તેને વિદેશી દારૂ નો જથ્થો દાહોદ જિલ્લાના અસારડી ગામે રહેતા ગણપત ઉર્ફે બાવો પાસેથી વેચાતો લીધેલ હોવાની હકીકત પ્રાથમિક પુછપરછમાં મળી હતી.

અસારડીના ગણપત ઉર્ફે બાવો પાસેથી વેચાતો લીધો હતો

વિદેશી દારૂ અને ક્વાટરિયા સાથે 146400 મુ્દામાલ કબજે

અન્ય સમાચારો પણ છે...