• Gujarati News
  • અંડરબ્રિજ નિર્માણની ફાઇલ 4 વર્ષે ફરી ખુલી

અંડરબ્રિજ નિર્માણની ફાઇલ 4 વર્ષે ફરી ખુલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્યંતગીચ ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારના જોખમી રેલ્વે ક્રોસિંગથી સર્જાતી ટ્રાફિક સમસ્યા અટકાવવા માટે ~10.50 કરોડના ખર્ચે અંડરબ્રિજ નિર્માણના આયોજનની છેલ્લા ચાર વર્ષથી ધૂળ ખાતી ફાઇલને ખંખેરીને સુવિધા ઉપલબ્ધ કરાવવાની તંત્રે કવાયત હાથ ધરી છે. કલેકટરે બેઠક યોજીને રેલ્વેને દરખાસ્ત કરવાની સૂચના આપતાં પ્રજામાં આશા બંધાઇ છે.

દિનપ્રતિદિન ગોધરા શહેરના હાર્દસમા શહેરા ભાગોળ વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમવાની સાથે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ભીડભાડ વિસ્તારમાંથી પસાર થતી રેલ્વે લાઇન પર રેલ્વે ક્રોસિંગથી વાહનચાલકો, રાહદારીઓ વર્ષોથી ભારે હાલાકી વેઠે છે. આવા જોખમી ફાટક તથા ટ્રાફિકની જટિલ સમસ્યાઓ શહેરીજનો માટે માથાનો દુ:ખાવારુપ છે. અન્ય નગરોમાં હોય તો ગોધરા જેવા વિકસીત થતાં શહેરના અત્યંત ગીચ વિસ્તારમાં અંડરબ્રિજ કેમ નહી તેવા પ્રશ્નાર્થો બાદ ગત વર્ષ 2011માં પાલિકાએ કલેકટર મારફતે મોકલેલ દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપીને અડધી રકમની જોગવાઇ કરી હતી. રેલ્વે અને રાજ્ય સરકારની સંયુક્ત લોકભાગીદારી અંદાજિત ~10.50 કરોડના ખર્ચે સુવિધા નિર્માણ કરવાનું બીડું ઝડપ્યું હતું. પરંતુ રેલ્વેની ઉદાસીનતાથી છેલ્લા ચાર વર્ષથી ધૂળ ખાતી ફાઇલને ખંખેરીને સુવિધા ઉપલબ્ધ કરાવવાની જિલ્લા તંત્રે કવાયત હાથ ધરી છે. તાજેતરમાં આગેવાન કૈલાસ કારિયા દ્વારા લોકદરબારમાં રજૂ થયેલ પ્રશ્નથી હરકતમાં આવેલ કલેકટર પી.ભારથીએ પાલિકા અને રેલ્વેના અધિકારીઓ સાથે બેઠક યોજીને અગાઉની દરખાસ્તની સમીક્ષા હાથ ધરાઇ હતી. રેલ્વે ફાટકરહિત કરવાના હેતુને સિધ્ધ કરવા નવેસરથી રેલ્વેએ આયોજન સાથેની દરખાસ્ત કરવાની સૂચના અપાતાં પ્રજામાં હવે આશા બંધાઇ છે.

તૈયાર કરાયેલ અગાઉનો નક્શો કેવો હતો?

અગાઉનોતૈયારકરાયેલ નક્શો મહાનગરોની માફક અંડરબ્રિજ યુ આકારમાં રેલ્વેની જમીનમાં બનનાર હતો.વૈજ્ઞાનિક ઢબે પૃથ્થકરણમાં પણ માટી પણ ટકાઉ હતી.બંને બાજુએ અલગ અલગ બે માર્ગો અપાતાં ટ્રાફિક જામ થશે નહિ. ઉપરાંત બ્રિજની આસપાસના દુકાનોનો વ્યાપ વધીને વેપારીઓને ધંધો રોજગારનો સવિશેષ લાભપાત્ર હતો.

જરૂરી કાર્યવાહી વિભાગીય કક્ષાએ પડતર છે

અંડરબ્રિજનીઆવશ્યકતા અંગે બેઠકમાં ચર્ચા કરાઇ છે. પરંતુ નજીકમાં રહેણાંક વિસ્તાર તથા પાણીના નિકાલના અભાવનો પ્રશ્ન નડે છે. તેની જરુરી કાર્યવાહી વિભાગીય કક્ષાએ પડતર છે. ફરીથી દરખાસ્ત માટે પત્ર પાઠવ્યો છે. >અનંતકુમાર, મદદનીશ વિભાગીય ઇજનેર

અંડરબ્રિજ