તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતો પરના અત્યાચારનો ચોમેરથી વિરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરસોમનાથ જિલ્લાના સમઢીયાળા ગામે અનુસુચિત જાતિના બંધુઓ ઉપર થયેલ અત્યાચારની ઘટનાને ગોધરા નગરનો સમગ્ર હિન્દુ સમાજ કઠોર શબ્દોમાં નિંદા કરે છે. તેમજ ગોધરાના સમગ્ર હિન્દુ સમાજ આવી ઘટનાઓનો સખત વિરોધ કરે છે. સાથે હિન્દુ સમાજના અગ્રણીઓ એકત્ર થઇ પંચમહાલ કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતું.

ગીર સોમનાથ જિલ્લાના સમઢીયાળા ગામે અનુસુચિત જાતિના બંધુઓ ઉપર થયેલ અત્યાચારની ઘટનાએ આપણા સમગ્ર હિન્દુ સમાજ માટે અત્યંત દ:ખ તથા પીડા આપનારી ઘટના છે. પ્રકારની ઘટનાને ગોધરા નગરનો સમગ્ર હિન્દુ સમાજ કઠોર શબ્દોમાં નિંદા કરે છે. ગૌરક્ષાના નામે જે બંધુઓ સાથે આપ્રકારનો અમાનવીય વ્યવહાર થયેલ છે તે જધન્ય અપરાધ છે પ્રકારની વૃતિના લોકોને સખત દંડ થવો જોઇએ તેવુ સમગ્ર હિન્દુ સમાજ માને છે. હાલમા રાષ્ટ્રીય સ્વયં સેવક સંધ દ્વારા ગોધરા નગરમાં સમગ્ર હિન્દુ સમાજના વિવિધ જ્ઞાતી સંપ્રદાયોના આગેવાનોની બેઠક બોલાવેલ હતી. જેમાં સમાજના અભિન્ન અંગ એવા આપણા અનુસુચિત જાતિના બંધુઓ સાથે અલગ અલગ સમયે બનતી ઘટનાઓ સંપુર્ણ હિન્દુ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે અને આવી ઘટનાઓના કારણે સમાજમાં સમરસતાનું વાતાવરણ ખુજ ડહોળતુ હોય છે. માટે ગોધરાના સમગ્ર હિન્દુ સમાજ આવી ઘટનાઓનો સખત વિરોધ કરે છે. હિન્દુ સમાજના અગ્રણીઓ એકત્ર થઇ પંચમહાલ જિલ્લાના કલેક્ટર પી.ભારથીને આવેદન આપ્યુ હતું. જેમાં સમગ્ર ઘટના માટે જવાબદાર લોકો ઉપર સરકારી રાહે પગલા લેવામાં આવે અને સખત્તમાં સખત્ત દંડ સજા થાય. ન્યાય પાલિકા હેઠળ તટસ્થ તપાસનીશ અધિકારીઓ દ્વારા ન્યાયિક તપાસ થાય અને લાગતા વળગતા જવાબદારોને સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી.

હાલોલ મામલતદારને આવેદનપત્ર આપ્યું

દલીતોના અત્યાચારને પગલે ગોધરા, દાહોદ, હાલોલ, ફતેપુરામાં અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તસવીરહેમંત સુથાર, મકસુદ મલીક, રીતેશ પટેલ, સંતોષ જૈન

શહેરા તાલુકામાં માલમતદારને આવેદનપત્ર

શહેરાતાલુકાના ગામોમાં દલીત સમાજ દ્વારા આપેલા સમગ્ર ગુજરાત રાજય બંધના એલાનના પગલે જડબેસલાક બંધ પાડ્યો હતો. સાથે સાથે શહેરા ઉપરાંત તાલુકામાંથી પણ દલીતો ઉપસ્થિત રહી સવારના 11:30 કલાકે રેલી માર્ગો પર ફરી મામલતદાર કચેરીએ પહોંચી હતી. દલીતો ઉપરના અત્યાચારો બંધ કરો અને જય ભીમના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. શહેરા માલમતદારને દલીત સમાજના લોકોએ આવેદન આપ્યુ હતુ.

મહીસાગર જિ.કલેકટરને આવેદન આપ્યું

ઉનાતાલુકામાં મોટા સમઢીયાળા ગામે દલીત અત્યાચારના વિરોધમાં મૌન રેલી સાથે મહીસાગર જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.

ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકામાં મોટા સમઢીયાળા ગામે કથિત ગૌસેવકો દ્વારા દલીત વ્યકિતઓને ઢોર માર મારવાના મુદે મહીસાગર જીલ્લા દલીત આગેવાનોના પ્રતિનિધિ મંડળે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

ગોધરા હિન્દુ સમાજે પણ ઘટનાની નિંદા કરી : કલેક્ટર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો