Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાંપા ગામે ફાળવેલા આવાસના નાણા બારોબાર ઉપાડતા રજુઆત
ગોધરાતાલુકાના સાંપા ગામે સરકાર દ્વારા નિયત કરાયેલ બેઘરોને નકકી કરાયેલા માપદંડ આધારે આવાસ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ હકકદાર લાભાર્થીઓને હાથવગા નહી બનતા તેઓ હાલના ચોમાસાના સમયમાં બેરોજગારજનક સ્થિતિનો સામનો કરી રહયા છે. સરદાર આવાસના નાણાં બારોબાર હપ્તા ઉપાડી લઇને ઉચાપત કરી હોવાની બુમ ઉઠી છે. ત્યારે દિશામાં તપાસ હાથ ધરવામાં આવે તો મહત્વનુ કૌભાંડ બહાર આવે તે પ્રથમિક દ્રસ્ટીએ જોવા મળે છે.ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય રીતે છુટીછવાઇ વસ્તી નાના ઝુપડામાં રહે છે.
શિયાળો, ઉનાળા તથા ચોમાસુ જો મહત્વની ઋતુમાં આવા બેહાલ હાલતમાં રહેણાંક કરીને પોતાનુ ગુજરાત ચલાવે છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં આવા બેઘર જીવન ગુજારતા ગરીબ પરીવારોને તેઓને સપનાનું ઘર હાથ વગુ બને તેવા હેતુથી બીપીએલ તેમજ એપીએલ પરિવારોને સરકાર લાભ વિતરણ કરે છે. તાજેતરમાં ગોધરા નજીકના સાંપા ગામમા લાભાર્થીઓને ધીરેધીરે સરદાર આવાસ યોજના મંજુર કરવામાં આવી છે. જેથી કરીને તેઓને પોતાનુ સપનાનું ઘર સાકાર થાય.
તાજેતરમાં સાંપા સેગવા ગામના સરદાર આવાસ યોજના અંદાજીત 30 હજાર ઉપરાંતની બેંકનો હપ્તો ચુકવવામાં આવ્યો હતો. પરંતુ લાભાર્થીઓને તેઓના બેંકના ખાતામાં જમા નહી થઇને બારોબાર ગેરરીતિ આચરાઇ હોવાનું બુમ ઉઠી હતી. જેથી સરદાર આવાસ યોજના હેઠળ હકના નાણાં નહીમળતા તાજેતરમાં એક જાગૃત નાગરિક દ્વારા જીલ્લા સ્વાગત કક્ષમાં રજુઆત કરવામાં આવી હતી. જેમાં આક્ષેપ સાથે જણાવાયુ હતુ કે અંગુઠાનુ નિશાન બનાવટી નિશાન કરીને સરપંચના સહીસકિક કરી નાણા બારોબાર ઉપાડી લેવાયા હોવાની રજુઆત તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી. જોકે વર્ષ 2012-13માં સરદાર આવાસ યોજના નાણા પોતાના બેંક એકાઉન્ટમાંથી બનાવટી અંગુઠો કરી સરપંચની સહીસકિક વડે ઉપાડી લેવામાં આવ્યા હોવાના ગ્રામ્ય પ્રજાજનો જણાવી રહયા છે. ગત જુલાઇ માસમાં પાસબુકમાં એન્ટ્રી કરાવતા નાણાની ઉચાપત થઇ હોવાનું કહેવામાં આવે છે.
બેઘરોને નક્કી કરાયેલ માપદંડ અનુસાર ફાળવાયા હતાં
બેઘરોને નક્કી કરાયેલ માપદંડ અનુસાર ફાળવાયા હતાં
તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે
^અરજદારદ્વારા બેંકના ખાતામાંથી નાણા જો જાણ બહાર કરાયા હોય તો તેની ચકાસણી હાથ ધરવામાં આવશે. ખાસ કરીને આવાસ સાથે શૌચાલય લાભા પાત્ર છે. જોકે તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. >બી.એસ.ચૌહાણ, ઇ.તાલુકા વિકાસ અધિકારી