તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચ. જિલ્લામાં અલગ અલગ બનાવમાં 3 વ્યકિતના મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચમહાલમાં 3 અલગ અલગ સ્થળ ઉપર બનેલા આકસ્મિક બનાવમાં 3 વ્યક્તિના કરૂણ મોત થયા હતા.

મોરવાના નાટાપુરના રૂપસિંહ બારીયા ગત તા. 19 જુલાઇએ પાનમ પાસે ગયા હતા. દરમિયાન નદીમાં ડુબતા કરૂણ મોત થયુ હતુ. પોલીસ દ્વારા અકસ્માતે મોત અન્વયે નોંધ કરી કાર્યવાહી આરંભી છે. કાલોલ તાલુકા ખડકીના પટેલ ફળીયામાં રહેતા અરવિંદભાઇ પટેલ (ઉવ.35) છેલ્લા બે વર્ષથી ટીબીની બિમારી હતી. તેઓને દવા ગોળીઓ પણ ચાલતી હતી. દરમિયાન તેઓ બિમારીથી કંટાળી જઇ મકાઇમાં મુકવાની ફોરેટ નામની દવા પી ગયા હતા. જેથી તેઓને તાત્કાલીક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ટુકી સારવાર દરમિયાન કરૂણ મોત થયુ હતું. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી હતી. તેમજ કાલોલ તાલુકાના બેઢિયા ગામે રહેતા જશવંતભાઇ જામાભાઇ ચૌહાણ (ઉવ.46) ગત તા. 20 જુલાઇના રોજ દુણીયા ગામે આવેલ રૂઆબીન લીમીટેડ કંપનીમાં પતરા ફીટ કરવાનું કામ કરતા હતા. તે સમયે પતરા ઉપરથી સ્લીપ ખાઇ ગયા હતા. જેથી તેઓ નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. દરમિયાન તાત્કાલીક સારવાર અર્થે હાલોલ આઇસીયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન કરૂણ મોત થયુ હતું. પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી હતી.

મોરવાના નાટાપુર, કાલોલના ખડકી, બેઢિયાનો બનાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો