તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરામાં ત્રણ નવીન શાખાનંુ ઉદ્દઘાટન કરવામાં આવ્યું

ગોધરામાં ત્રણ નવીન શાખાનંુ ઉદ્દઘાટન કરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરોડાગુજરાત ગ્રામીણ બેંક ગોધરા રીજીયન દ્વારા એક સાથે ત્રણ નવીન શાખાઓ તથા ગોધરા ખાતે રીટેઇલ લોન ફેકટરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. જેમાં બેંકની ચાવડીબાઇના મુવાડા શાખાનું ઉદ્દઘાટન બેંકના અધ્યક્ષ બી.આર.પટેલ તથા ધારાસભ્ય હીરાભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ.

ગોધરા રીજીયનના રીજીયોનલ મેનેજર મહેન્દ્રસિંહ ઠાકોરે ઉદ્દઘાટન સમારભમાં સૌનું અભિવાદન કર્યુ હતુ. બેંકના અધ્યક્ષે બેંકની પ્રગતિ, વિવિધ ક્ષેત્રોમાં બેંકે મેળવેલ વિશેષ સિદ્ધીઓ, વિવિધ ધિરાણ થાપણ યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યુ હતુકે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ 14 જીલ્લામાં આજરોજ નવીન ખુલેલ ત્રણ શાખાઓ સહિત કુલ 239 શાખાઓ દ્વારા ગ્રાહકોને કોમ્પ્યુટરાઇઝ અને ડીવીટલ બેંકીગ સેવાઓ પુરી પાડી રહેલ છે. લુણાવાડાના ધારાસભ્ય હીરાભાઇ પટેલે સમારંભમાં ઉપસ્થિત ગ્રામજનોને ગ્રામીણ બેંકની સ્થાપના વિશે માહિતી આપી હતી. અને બેંકની પંચમહાલ જીલ્લાની તમામ શાખાઓના ગ્રાહકોને મોગેજ લોન સુવિધા સરળતાથી અને ત્વરીત રીતે પુરી પાડી શકાય તેવા ઉમદા આશયથી ગોધરામાં બેંકની જાફરાબાદ શાખામાં રીટેલ લોન ફેકટરીનું ઉદ્દઘાટન બેંકના અધ્યક્ષ બી.આર.પટેલ અને બેંકના રીજીયોનલ મેનેજર મહેન્દ્રસિંહ ઠાકોરના હસ્તે કરવામાં આવ્યુહતુ.

બેંકની ગુજરાતમાં 239 શાખાઓ

બરોડા ગુજરાત ગ્રામીણ બેંકે

અન્ય સમાચારો પણ છે...