સુચારૂ આયોજન માટે પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જિ.માં SSC અને HSCની યોજાનારી પરીક્ષાઓના

પંચમહાલ જિ.માં SSC અને HSCની યોજાનારી પરીક્ષાઓના

પંચમહાલજિલ્લામાં એસએસસી અને એચએસસી યોજાનારી પરીક્ષાઓના સુચારૂં આયોજનની બેઠક જિલ્લા વિકાસ અધિકારી અને ઇ.ચાર્જ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યોની બેઠક યોજાઇ હતી. જેમાં પરીક્ષાઓના સંચાલન અને વ્યવસ્થાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આગામી તા.૧૫ માર્ચથી શરૂ થનારી ધો.૧૦ ની પરીક્ષાઓ જિલ્લામાં ગોધરા અને હાલોલના બે ઝોનમાં વહેંચવામાં આવી છે. ગોધરા ઝોનના ૧૬,૨૦૦ વિદ્યાર્થીઓ માટે ૧૫ પરીક્ષા કેંદ્રો, ૫૧ બિલ્ડીંગ અને ૫૬૦ બ્લોક, હાલોલ ઝોનના ૧૪,૩૧૦ વિદ્યાર્થીઓ માટે ૧૩ પરીક્ષા કેંદ્રો, ૩૫ બિલ્ડીંગ અને ૪૭૭ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા તા.૧૫ થી તા.૨૫ માર્ચ દરમિયાન યોજાશે. જેનો સમય સવારનાં ૧૦ થી ૧.૨૦ સુધીનો છે. એચએસસી. ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૮૮૦૦ પરીક્ષાર્થીઓ માટે ૧૪ પરીક્ષા કેંદ્રો, ૨૪ બિલ્ડીંગ અને ૩૧૫ બ્લોક તેમજ વિજ્ઞાન પ્રવાહ (સેમેસ્ટર-૪)ના ૨૧૭૦ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેંદ્રો, ૦૯ બિલ્ડીંગ અને ૧૧૧ બ્લોકની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...