• Gujarati News
  • ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારોની વરણી કરાઇ

ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારોની વરણી કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબાતાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની મુદત પૂર્ણ થતાં તાજેતરમાં મળેલી કારોબારી બેઠકમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.ચૂંટણીને બદલે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવે તે બાબતે ચર્ચા કરાઇ હતી. જેમાં ભૂતકાળમાં આપેલી સેવાને ધ્યાને લઇને તેઓના અનુભવનો લાભ મળે તે માટે પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું . શરૂઆતમાં પ્રમુખ તરીકે રાજેન્દ્ર ગોહિલની જાહેરાત કરાઇ હતી.જ્યારે જિલ્લામાં પ્રશ્નોની ધારદાર રજૂઆત કરીને નિવારણ કરનાર અને સતત સેવા આપતાં જિલ્લા પ્રતિનિધિ તરીકે દિનેશચંદ્ર પંડ્યાને આવકાર્યા હતા.

મહામંત્રી રમેશ તાવીયાડ તથા ખજાનચી રણજીતસિંહ પટેલીયાની સર્વસંમતિથી વરણી કરાઇ હતી. આગામી ત્રણ માસ માટે શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા માટે બાંહેધરી સાથે કોઇ પણ વાદ વિવાદ વગર શાંતિમય વાતાવરણમાં પ્રક્રિયા પૂર્ણ થતાં સંચાલક રમેશભાઇ વણકરે ઉપસ્થિત તમામ શિક્ષકોનો આભાર માન્યો હતો.