• Gujarati News
  • ~8 કરોડના ખર્ચે રામસાગર તળાવની કાયાપલટ થશે

~8 કરોડના ખર્ચે રામસાગર તળાવની કાયાપલટ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુમેશ શાહ.ગોધરા @shah_sumesh1479

ગોધરા શહેરના મધ્ય આવેલા રામસાગર તળાવની સુંદરતા વધે અને તેની સાથે લોકો માટે રમણીય જોવા લાયક સ્થળ બને તે માટે નગર સેવા સદન દ્વારા કાયાપલટ કરવામાં આવશે. ખાસ કરીને તળાવની મધ્ય તથા આસપાસ વિસ્તારમાં રૂા.8 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે. હાલ તે અંગેનું પ્રેઝન્ટેશન બનાવ્યા બાદ તેની મંજૂરી સહિતની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે.

ગોધરા શહેરમાં ફરવા લાયક સ્થળમાં માત્ર બગીચા તથા કનેલાવ પિકનિક પોઇન્ટ છે. બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા જોવાલાયક તથા હરવા ફરવા માટે રામસાગર તળાવની મધ્યે તથા આસપાસમાં વિકાસના કામનું બીડું ઝડપી પાડવામાં આવ્યું છે. નગર સેવા સદનના અધિકારીઓ દ્વારા તળાવ આગવી ઓળખ બની રહે તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. અંગે પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી ટૂંક સમયમાં શહેરની મધ્યમાં આવેલા રામસાગર તળાવની ફરતે તથા મધ્યે ~8 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન સહિત કાયાપલટ કરવામાં આવશે. જેમાં સિનીયર સિટીઝન પાર્ક, ચિલ્ડર્ન પાર્ક, ફુડ કોર્ટ, લાઇટીંગ,મધ્યમાં આવેલા બેટ પર જવા માટે બ્રિજનો રસ્તો, એમ્ફી થિએટર સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે.

માટે તાજેતરમાં ગોધરા સેવા સદન દ્વારા પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું હતું. તળાવની મધ્યે તથા આસપાસ શહેરીજનો માટે રમણીય સ્થળ બને તે માટેનું તૈયાર કરાયેલા પ્રેઝન્ટેશન જોયા બાદ આખરી મંજૂરી આવ્યા બાદ કામગીરીનો શુભારંભ કરવામાં આવશે. આમ, ગોધરાના રામસાગર તળાવને સુંદર બનાવવા સાથે તેની કાયાપલટ કરાતાં ગોધરાની પ્રજાને આગામી ટૂંક સમયમાં ફરવા માટેનું સ્થળ મળી રહેશે.

શહેરની મધ્યમાં નવું સ્થળ બનશે

ગોધરાશહેરનામધ્ય આવેલા રામસાગર તળાવની કાયાપલટ ઉપરાંત તેની સુંદરતા જ‌ળવાવાની સાથે લોકોને હરવા ફરવા માટે શહેરની મધ્યમાં નવું સ્થળ મળશે. જેનો શહેરીજનો લાભ લઇ શકશે. આમ નગર સેવા સદન દ્વારા તળાવની મધ્યે કાયાપલટ કરાશે.

ગોધરાના રામ સાગર તળાવની તસવીર. રામ સાગર તળાવની મધ્યે તથા આસપાસ વિકાસ માટ કરાયેલા પ્રેઝનટેશનની તસવીર નજરે પડે છે. /તસવીર હેમંતસુથાર

કઇ સુવિધાઓ મળશે

{સિનિયરસિટીઝન પાર્ક

{ચિર્લ્ડનપાર્ક, ફૂડ કોર્ટ

{તળાવનીફરતે લાઇટીંગ

{એમ્પીથિએટર

{લાલબાગટેકરીથી બેટ પર જવાના બ્રિજની સુવિધા મળશે

મંજૂરી સહિતની કામગીરી અંતિમ તબક્કામાં ચાલે છે

^8 કરોડના ખર્ચે રામ સાગર તળાવ ઉપર વિકાસ કરવામાં આવશે. હાલ તે અંગેનું પ્રેઝન્ટેશન બનાવ્યા બાદ તેની મંજૂરી સહિતની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. સિનિયર સિટીઝન પાર્ક, ચિર્લ્ડન પાર્ક, ફુડ કોર્ટ, લાઇટીંગ, જેટી, એમ્ફી થિએટર, બેટ પર જવાનો રસ્તો જેવી સુવિધા ઉભી કરાશે. તેમજ લાલબાગ ટેકરીથી બેટ પર જવા માટેનો રસ્તો જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. >ભદ્રેશ પંડ્યા,ઓવરસીયર,નગર સેવા સદન ગોધરા