તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરાની હિન્દુસ્તાન પ્લાસ્ટીકની કંપનીને તસ્કોરોનું નિશાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરાની હિન્દુસ્તાન પ્લાસ્ટીકની કંપનીને તસ્કોરોનું નિશાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાશહેર નજીક આવેલી હિન્દુસ્તાન પ્લાસ્ટીકની કંપનીને તસ્કોરોએ નિશાન બનાવી 9900ની ચોરી કરી નાસી ગયા હતા. જે અંગે પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોધરા શહેર નજીકના લીલેસરા પાસે આવેલી હિન્દુસ્તાન પ્લાસ્ટીકની કંપનીમાં ગત તા. 3 સપ્ટેમ્બરના રોજ તસ્કોરોએ નિશાન બનાવ્યુ હતું. કંપનીના કર્મચારીઓના રૂમમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ જુદા જુદા રૂમોમાંથી રોકડા રૂપિયા 7 હજાર, ટેબલ પંખા નંગ 2 કિંમત રૂપિયા 1000 તથા ચાર જુના મોબાઇલ ફોન કિંમત રૂપિયા 1900 મળી રૂપિયા 9900ની ચોરી કરી નાસી ગયા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલા દ્વારા જરૂરી તપાસ આરંભવામાં આવી હતી. ત્યારબાદ ગોધરા ડીવીઝન પોલીસ મથકે જુબેદાબીબી ઉસ્માનભાઇ શેખ (રહે. અંબાડી, ઠાસર, હાલ રહે. લીલેસરા હિન્દુસ્તાન પ્લાસ્ટીક કંપની) ફરિયાદ આપી હતી.

પોલીસે ચોરીનો ગુનો નોંધી પગેરૂ મેળવવા કવાયત કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો