તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ જિલ્લામાં MGVCની સર્કલ ઓફીસ ફાળવવા માંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચમહાલજીલ્લામાંથી વિભાજીત થઈને દાહોદ જીલ્લો અસ્તિત્વમાં આવતા જીલ્લાકક્ષાની કચેરીઓ મુખ્ય મથકે મુકામે કાર્યરત થવાથી લોકોને ફાયદો થયો છે. પંચમહાલમાંથી દાહોદ બાદ મહિસાગર જીલ્લાનું પણ વિભાજન થઈ ગયું છે. જીલ્લાને અસ્તિત્વમાં આવ્યાને દોઢ દાયકો વિતવા છતાં દાહોદમાં મધ્યગુજરાત વિજ કંપનીની વર્તુળ કચેરીનો આરંભ કરવામાં ઢીલાશ કરવામાં આવી રહી છે. ડુંગરાળ ભૌગોલિક પરસ્થિતી ધરાવતા દાહોદ જીલ્લાની આદિવાસી પ્રજાને વિજ કંપનીના કામ અર્થે પંચમહાલ જીલ્લાના ગોધરા સુધી લાંબા થવું પડી રહ્યુ છે. સરકાર દ્વારા દાહોદમાં જીલ્લા લેવલની કે પેટા વિભાગીય કચેરીઓ હજુ સુધી કાર્યરત થઈ શકી નથી. દાહોદ જીલ્લામાં MGVCL ના 13 સબ ડીવીઝનો કાર્યરત હોવા છતાં વર્તુળ કચેરી ફાળવવામાં આવતી નથી જેથી જીલ્લાની પ્રજા કે કર્મચારીઓને કામકાજ અર્થે બીજા જીલ્લામાં ફરજીયાત જવુ પડતુ હોય છે. દાહોદ જીલ્લાની જનતાને MGVCL ના કામકાજ કરવા ગોધરા સુધી લાંબા થવાના કારણે સમયન બગાડ થઈ રહ્યો છે. જેથી દાહોદને વર્તુળ કચેરી ફાળવવા લોકમાંગ ઉઠવા પામી છે.

પ્રજાને MGVCLના કામ અર્થે પંચમહાલમાં જવુ પડે છે

13 સબ ડીવીઝન કાર્યરત છતાં સર્કલ ઓફીસથી જીલ્લો વંચીત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો