તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરામાં ગણેશ વિસર્જનને અનુલક્ષીને લોખંડી બંદોબસ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં ગણેશ વિસર્જનને અનુલક્ષીને લોખંડી બંદોબસ્ત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરામાંગણેશ વિસર્જનને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા આગોતરૂ આયોજન સંપન્ન કરવામાં આવ્યુ છે. તકેદારીના ભાગરુપે પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. ડીઆઇજી, એસપી, પોલીસ અધિકારી સહિત 2800થી વધુ પોલીસ ખડેપગે તૈનાત રહશે.

ગોધરા શહેરમાં શ્રીજીની નાનીમોટી 600 ઉપરાંત પ્રતિમાઓનું કાલે રવિવારે વિસર્જન યોજાશે. શ્રીજીની શોભાયાત્રાની શરૂઆત ગોધરાના વિશ્વકર્મા ચોકથી શરુ થશે. દર વર્ષના રૂટ ઉપર થઇને શહેર મધ્યે આવેલા રામસાગર તળાવમાં વિસર્જન કરાશે. અઢી કિલોમિટરના નિર્ધારિત રૂટ ઉપરથી પસાર થનાર શોભાયાત્રામાં જોડાનાર વિશાળ જનમેદનીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરી ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. દરિમયાન વિસર્જનના આગલા દિવસે વિશ્વકર્મા ચોકથી નીકળીને પોલીસ ચોકી નં.1, રાણી મસ્જીદ, ચોકી નં.7, જુના બસ સ્ટેન્ડ રોડ, રણછોડજીમંદિર થઇને સહિતના અન્ય માર્ગો પર આરએએફ, એસઆરપી ટીમની હાજરીમાં ગુજરાત પોલીસ સ્ટાફ તેમજ વહીવટી તંત્ર દ્વારા ફલેગમાર્ચ યોજવામાં આવશે. મધ્યગુજરાત વિજકંપની, આરોગ્ય તંત્ર, નગરપાલિલકાના સ્ટાફ જરૂરી સાધન જેવા કે ક્રેઇન, બોટ સહિતના સાધનો સાથે હાજર રહેશે.

DIG, SP સહિત 2800થી વધુ ખડેપગે તૈનાત રહેશે

વિસર્જન યાત્રાનો રૂટ

વિશ્વકર્માચોક ઉપરથી વિસર્જન યાત્રા શરુ થશે. ત્યાં જુની પોસ્ટ ઓફીસ રોડ, નીચવાસ બજાર, પટેલવાડા, રાણી મસ્જીદ, કેસરી સર્કલ, ચોકી નં.7, બી ડીવીઝન પોલીસ, પિંપુટકર ચોક, રણછોડજી મંદિર થઇને રામસાગર તળાવ પહોંચશે. જયાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાશે.

પોલીસબંદોબસ્ત

ડીઆઇજી1, ડીએસપી 3, ડીવાયએસપી 14, પીઆઇ 26

પીએસઆઇ 145, વુ.પીએસઆઇ 9, એસઆરપી 5 (કંપની)કોન્સ્ટેબલ 1371, મહિલ કોન્સ્ટેબલ 57, હોમગાર્ડ 792

પોલીસ તંત્ર દ્વારા આગોતરૂ આયોજન સંપન્ન કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો