તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરવા તથા ગોધરા પાસેથી 23 પશુઓ બચાવી લીધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરવાતાલુકાના ખાબડા ગામ પાસેથી ટ્રકમાં કતલખાને લઇ જવાતી 21 ગાયોને મોરવા પોલીસ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. તેમજ ગોધરા તાલુકાના દરૂણીયા પાસેથી બી ડીવીઝન પોલીસ દ્વારા પણ બે પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. તેઓ દ્વારા બચાવેલા પશુઓને સુરક્ષિત જીવદયા કલ્‍યાણ ટ્રસ્‍ટ પરવડી ખાતે મોકલી આપ્યા હતા. જ્યારે બન્ને સ્થળ ઉપરથી પોલીસ દ્વારા 3 ની ધરપકડ કરવામાં આવી હતી.

મોરવા તાલુકાના ખાબડા ગામ પાસેથી અકે ટ્રકમાં મુંગા પશુઓ ખીચોખીચ ભરીને પસાર થવાના હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસ દ્વારા તે તરફ તપાસ લંબાવતા શંકાસ્પદ ટ્રક પસાર થતી હતી. જેને પોલીસ દ્વારા રોકી હતી. જેમાં પોલીસ દ્વારા કુલ-21 ગાય મળી આવી હતી. મુંગા પશુઓ નંગ- 21ને કતલખાને જતા બચાવી લેવામાં આવ્યા હતા. પશુઓને જીવ દયા ટ્રસ્ટ પરવડી ખાતે સુરક્ષીત જગ્યાએ મુકેલ છે. નાકાબંધી દરમિયાન અનસ રહેમતની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે ટ્રક મુકી નાસી જનાર અક્રમ શોકત કુસ્તી નાસી જવામા સફળ રહ્યો હતો. ઉપરાંત પશુઓ ભરી આપનાર અબ્દુલ રઝાક અબ્દુલભાઇ હઠીલા તથા પશુઓ મંગાવનાર ફારૂક કમરી વિરૂદ્ધમાં પશુધાતકી પણાની જુદી જુદી કલમ હેઠળ ગુનો રજીસ્‍ટર કર્યો છે. બે શંકાસ્દ ઇસમો બે પશુઓ લઇ જતા હોવાથી પકડી પાડ્યા હતા. જેમાં બળવંત નાયક (રહે. મોર ડુંગરા) તથા ભારત નાયક (રહે. ખટકપુર)નો સમાવેશ થાય છે.

પોલીસ દ્વારા 3ની ધરપકડ કરાઇ

ટ્રકમાં કતલખાને લઇ જવાતા હતાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો