તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેજ-1નું અનુસંધાન...

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પેજ-1નું અનુસંધાન...

સર્વેયર પાસે ~ 6.80 કરોડની...

તેમછતા તેઓએ ઓછી બચતમાં તેઓનું પાર્વતીનગર ખાતે આવેલ સોસાયટીનું મકાન, વણઝારા પાર્ટી પ્લોટ, દોડપા તળાવ પાસે, અમી આર્કેટમાં દુકાનો, ખેતી લાયક જમીન, પ્લોટ મળી રૂપિયા 4,12,06,537 અપ્રમાણસર રોકાણ ખર્ચ થાય છે. આમ આવક કરતા 824.56 ટકા જેટલી અપ્રમાણસર મિલકતો વસાવેલી હોવાનુ જણાઇ આવ્યુ હતું. જેથી એસીબી દ્વારા શૂક્રવારની સવારથી હરીશ વણઝારાના નિવાસ સ્થાન, પાર્ટી પ્લોટ સહિતના સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. સવારથી અલગ અલગ બે ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં સર્ચ દરમિયાન વધુ 2 કરોડ 70 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. અંદાજે 12 કલાક જેટલા સમય સુંધી તપાસ આરંભવામાં આવી હતી. ઉપરાંત એસીબી ટીમ દ્વારા વણઝારા પાર્ટી પ્લોટમાંથી 28 થી વધુ એસી, કાકાણપુરમાં 3 ગ્રીન હાઉસ સહિતના સ્થળો ઉપર પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યુ હતું.

મકાનમાંથીદારૂ મળી આવ્યો

નગરનિયોજકની કચેરીના વર્ગ- 3ના કર્મચારી હરીશ વણઝારાના પાર્વતી નગર સ્થિત આલીશાન બંગલામાં એસીબીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યુ હતું. ત્યારે ટીમને એક બોટલ વ્હિસ્કી તથા 4 બિયરની બોટલ મળી આવી હતી. જેથી ટીમ ચોંકી ઉઠી હતી. અને તેની સામે ગોધરા ડીવીઝન પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ઝાલોદમાંજમીન...

સુપરવાઇઝરએલ.એસ. સંગાડાના ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર આવેલા ત્રીમુર્તી સોસાયટીના મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાંથી બે લાખની મિલકતો મળી આવી હતી. આમ દિનભર એસીબીની અલગ અલગ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ રહેતા અનેક ચર્ચાએ સ્થાન લીધુ છે.

ઝાલોદનાતત્કાલીન PSI...

રોકાણખર્ચની વિગતે 15,14,312 તેમજ સ્થાવર મિલકત પાછળ રૂપિયા 44,00,150 નો ખર્ચ કરેલ છે. જે તમામ રોકાણ ખર્ચ રૂપિયા 60,74,604 જે તેઓની આવકના 240 ટકા વધુ અપ્રમાણસર મિલકત છે. જે ફરિયાદ દાહોદ નોંધાયા બાદ એસીબીની અલગ અલગ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. અલગ અલગ સ્થળ ઉપર ચકાસણીના અંતે વધુ 10 લાખની મિલકતો મળી આવી હતી.

અપ્રમાણસરમિલકત અંગે તપાસ

મકાનોનાવેલ્યુએશન કરવાના બાકી હોય અને દસ્તાવેજી માહિતી મેળવવાની બાકી હોવાથી જે આવેથી તેમજ તેઓએ હજુ વધુ મિલકતો વસાવેલ હોવાની હકીકત મળેથી તેઓના રોકાણ ખર્ચ વધવાની પુરેપુરી શક્યતા રહેલી હોવાનું એસીબીના સુત્રોએ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો