તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇરફાન પાડાને ગોધરા સબ જેલમાં પરત લેવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાબરમતીટ્રેન હત્યાકાંડમાં આજીવન કેદ બાદ રેગ્યુલેર જામીન મેળવેલા અને હાલ હત્યાની કોશીષના ગુનામાં ગોધરા સબ જેલમાં કાચા કામના કેદી ઇરફાન પાડાની તબીયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીયતમાં કોઇ સુધારો નહી જણાતા વધુ સારવાર અર્થે વડોદારા સયાજીમાં ખસેડાયો હતો. ચાર પાંચ દિવસની સારવાર બાદ તબીયત સુધારતા પુન: શુક્રવારની સાજે જેલમાં લવાયો હતો.

ગોધરા ટ્રેન હત્યાકાંડમાં સંડોવાયેલ ઇરફાન પાડા આજીવન કેદની સજા ફટકારી હતી. જેમાં તેને રેગ્યુલર જામીન મેળવ્યા હતા. દરમિયાન તાજેતરમાં તેની સામે ગોધરા બી ડીવીઝન પોલીસ મથેકે હત્યાની કોશીષના ગુનામાં પોલીસે ધરપકડ કરી ગોધરા સબ જેલમાં મોકલી આપ્યો હતો. બીજી તરફ તેને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે અન્નનો ત્યાગ કર્યો હોવાની અરજી કરી હતી.

હું સાજો થતા પરત લાવવામાં આવ્યો

^મારીસામે થયેલી ખોટી ફરિયાદની સાચી હકીકત જાણવા માટે ગત તા. 1 સપ્ટેમ્બરથી અન્નનો ત્યાગ કરેલો છે. જેના કારણે મારી તબીયત લથડી હતી. જોકે વડોદરામાં જરૂરી સારવાર આપ્યા બાદ સાજો થઇ જતા મને ગોધરા સબ જેલમાં પરત લાવવામાં આવ્યો છે. >ઇરફાન પાડા,કાચાકામના કેદી

ટ્રેન હત્યાકાંડામાં આજીવન કેદ થઇ હતી

છાતીમાં દુ:ખાવો થતાં દવાખાને ખસેડાયો હતો

વડોદરા સારવાર કરાવ્યા બાદ ઇરફાન પાડાને ગોધરા સબ જેલ ખાતે પરત લાવવામાં આવ્યો હતો. તસવીરહેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો