તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમીન વિકાસના સંગાડા પાસે ~ 13.39 લાખની વધુ મિલકત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સર્વેયર પાસે ~ 6.80 કરોડની અપ્રમાણસર મિલકત

ઝાલોદના તત્કાલીન PSIગઢવી પાસે 240 ટકા વધુ મિલકત મળી

ઝાલોદનાતત્કાલીન પીએસઆઇ એ.આર.ગઢવી સામે આવકના પ્રમાણમાં 240 ટકા વધુની અપ્રમાણસર મિલકત હોવાની ફરિયાદ નોંધાયા બાદ એસીબીની ટીમ દ્વારા મકાન સહિતના સ્થળ ઉપર તપાસ આરંભી હતી. ઝીણવટ ભરી તપાસના અંતે વધુ 10 લાખની મિલકતો મળી આવી હતી. આમ તેઓએ અનેક અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું જણાઇ આવે છે.

એસીબીના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના પાલડીમાં 402 હર્ષ એપાર્ટમેન્ટમાં રહેતા અને હાલ નિવૃત પીએસઆઇ અશોકદાન રામદાન ગઢવીની નોકરીના સમય પૈકીના ચેક પીરીયડ દરમિયાન તેઓની આવકના પ્રમાણમાં વધુ મિલ્કતો વસાવેલ હોવાની હકીકત જણાઇ આવેલ છે. જેમાં તેઓને રહેણાક મકાન (હર્ષ 402, એપાર્ટમેન્ટ, પાલડી), મહાલક્ષ્મી સોસાયટી અમદાવાદન બનાવી તથા તેઓના પુત્ર શેખરદાનના નમે ફ્લેટ નં - 501 નવદુર્ગા રેસીડન્સી બહેરામપુરા અમદાવાદ ખાતે ખરીદેલ છે. તથા અન્ય એક મકાન સી - 50 ગ્રીન વુડ પાર્ક એસજી હાઇવે, વૈષ્ણવદેવી અમદાવાદ ખરીદેલ હોવાની હકીકત જણાઇ આવેલ છે. તેમજ અમદાવાદ ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકમાં પોતાના નામે બેંક ખાતુ તથા બીઓઆઇ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયામાં ખાતઓ આવેલા છે. આમ તત્કાલીન પીએસઆઇ એ.આર.ગઢવીએ ગત તા. 1 જાન્યુઆરી 2008 થી 1 ઓક્ટોબર 2015 સુધીના પિરીયડ દરમ્યાન તેઓની કુલ આવક રૂપિયા 25,32,424 ની છે. તેની સામે રૂપિયા 26,92,566 નો ખર્ચ કરેલ છે. તે ઉપરાંત વાહનો પાછળ, બેંકના ...અનુસંધાન પાના નં.2 રોકાણ ખર્ચની વિગતે 15,14,312 તેમજ સ્થાવર મિલકત પાછળ રૂપિયા 44,00,150 નો ખર્ચ કરેલ છે. જે તમામ રોકાણ ખર્ચ રૂપિયા 60,74,604 જે તેઓની આવકના 240 ટકા વધુ અપ્રમાણસર મિલકત છે. જે ફરિયાદ દાહોદ નોંધાયા બાદ એસીબીની અલગ અલગ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. અલગ અલગ સ્થળ ઉપર ચકાસણીના અંતે વધુ 10 લાખની મિલકતો મળી આવી હતી.

બોક્સ

અપ્રમાણસર મિલકત અંગે ઝીંણવટ ભરી તપાસ આરંભાશે

મકાનોના વેલ્યુએશન કરવાના બાકી હોય અને દસ્તાવેજી માહિતી મેળવવાની બાકી હોવાથી જે આવેથી તેમજ તેઓએ હજુ વધુ મિલકતો વસાવેલ હોવાની હકીકત મળેથી તેઓના રોકાણ ખર્ચ વધવાની પુરેપુરી શક્યતા રહેલી હોવાનું એસીબીના સુત્રોએ જણાવ્યુ છે.

} એસીબીના ઓચિંતા સપાટાના પગલે જિલ્લાના લાંચિયા અધિકારીઓમાં ફફડા ફેલાયો

} એસીબીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાતાં ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી

} ગોધરા નગર નિયોજનના સર્વેયર હરીશ વણઝારા પાસે પાર્ટી પ્લોટ અને ગ્રીન હાઉસ

ગોધરાના મકાનમાં ~ 2 લાખની મિલકત મળી

એસીબીની ટીમ દ્વારા મકાન સહિતના સ્થળ ઉપર તપાસ

~ 4.12 કરોડની મિલકતનો ગુનો નોંધાયા બાદ શુક્રવારે વધુ ~ 2.70 કરોડની મીલકત મળી આવી

નગર નિયોજનમાં સર્વેયર નોકરી કરતા હરેશ વણઝારાના ગોધરા સ્થિત નિવાસ સહિત અન્ય સ્થળે એસીબીએ તપાસ હાથ ધરી છે. તસવીરહેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો