તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરામાં શંકાસ્પદ ડેન્ગ્યુનો કેસ મળી આવતાં ફફડાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં શંકાસ્પદ ડેન્ગ્યુનો કેસ મળી આવતાં ફફડાટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાનાબામરોલી રોડ ઉપર આવેલી અંકુર સોસાયટીમાં બિમારગ્રસ્ત યુવાનની તપાસણી બાદ એકાએક શંકાસ્પદ ડેન્ગ્યુની ઝપેટમાં આવતા રહીશોમાં ગભરાહટ ફેલાયો હતો. દોડતુ થયેલ પાલીકા તંત્ર દ્વારા દવા છંટકાવ, ફોગીંગ સહિતની સર્વેલન્સ કામગીરી હાથ ધરાઇ હતી.

ગોધરાના બામરોલી તરફ આવેલી અંકુર સોસાયટીમાં 25 વર્ષીય યુવાન એકાએક શંકાસ્પદ ડેન્ગ્યુની ઝપેટમાં આવતા રહીશોમાં ચિંતા વ્યાપી છે. છેલ્લા કેટલાક દિવસોથી યુવાનને તાવ ચઢ ઉતર થવાની સાથે તબીયત લથડી ગઇ હતી. આખરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં બે દિવસ દરમ્યાન રાખવામાં આવ્યા બાદ અલગ અલગ લેબોરેટરીના પરિક્ષણમાં શંકાસ્પદ ડેન્ગ્યુની અસર બહાર આવતાં તાત્કાલિક અસરથી તબીબી સલાહ મુજબ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેના પગલે ચુંટાયેલા સભ્યોની ટીમ તાત્કાલિક દર્દીના ઘરે સવારના અરસામાં પહોંચી ગઇ હતી. બીજી તરફ રોગચાળા નિયંત્રણ માટે સેનેટરી વિભાના માર્ગદર્શન હેઠળ સમગ્ર અંકુર સોસાયટીના રહેણાંક વિસ્તારમાં દવા છંટકાવની કામગીરી કરવામાં આવી હતી. સાથે સાથે અર્બન હેલ્થની ટીમ પણ પહોચીને આસપાસના રહીશોની શારીરિક તપાસ સાથે ઘરમાં દિવસોથી ભરાયેલા પાત્રોની ચકાસણી સાથે દવા છંટકાવ સાથેની સર્વેલન્સ કામગીરી હાથ ધરી હતી.આમ તબીબના પરિવારમાં યુવાનને ડેગ્યુ જણાતા ફફડાટ વ્યાપી ગયો હતો.

દવા છંટકાવ, ફોગીંગ સહિતની કામગીરી શરૂ કરાઇ

પાલીકા તંત્ર દ્વારા સર્વેલન્સ કામગીરી હાથ ધરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો